• પોલીસ દ્વારા 8 પાસબુક, 29 ચેકબુક સહિતના કાર્ડ ઝડપાયા
  • કુલ મળીને 19,92,408 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

સુરત: ચાઇના, પાકિસ્તાન અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ ના કૌભાંડીઓને સુરત શહેર SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેર SOG દ્વારા મકબુલ ડોક્ટર કાશીફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 8 પાસબુક, સેવિંગ એકાઉન્ટની 29 ચેકબુક, કરંટ બેન્ક એકાઉન્ટની 2 ચેકબુક, 4 છુટા ચેક, 38 ડેબિટ કાર્ડ ઝડપાયા હતા. 497 airtel કંપનીના સીમકાર્ડ, 7 મોબાઈલ, એક પૈસા ગણવાનું મશીન અને 90,408 રૂપિયાની અલગ અલગ કરન્સી અને ફ્રોડ કરી લોકો પાસેથી મેળવેલા 16,95,000 આમ કુલ મળીને 19,92,408 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જેમાં આરોપીઓ સુરતમાં બેસીને USDTનું ટ્રાન્જેક્શન કરતા હતા. 58 વર્ષનો મકબૂલ, તેનો દીકરો કાશીફ અને માઝ નામનો ઈસમ ઝડપાયો છે. પોલીસના હાથે 3 ઈસમો ઝડપાયા છે અને 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરાય છે. વોન્ટેડ મહેશ આંગણિયા મારફતે મકબુલને પૈસા મોકલતો હતો. ત્યારબાદ મકબુલ પાસેથી પૈસા મેળવી માઝ રૃપિયાને અલગ અલગ લોકોને આપીને તેમની પાસેથી USDT મેળવીને માઝ મકબુલને આપતો હતો. મકબુલ આ USDT મહેશ દેસાઈને આપતો તો. આજ પ્રકારે ઘણી વખત મહેશ દેસાઈ મકબુલને વોલેટમાં USDT ટ્રાન્સફર કરતો હતો. મકબુલ માઝને આ USDT આપતો હતો. માઝ આ USDT જે લોકોને જરૂર હોય તેમની પાસેથી રોકડા રૂપિયા લઈ USDT આપતો. ત્યારબાદ આ રોકડ રૂપિયા મકબુલને મળતા હતા. મકબુલ આ પૈસાને આંગણિયા મારફતે મહેશ દેસાઈને મોકલતો હતો.

મકબુલ મુખ્ય આરોપી છે. તેના ચાઇના તેમજ અન્ય દેશોમાં પણ બેન્ક એકાઉન્ટ છે. તેના અકાઉન્ટમાંથી 100 કરોડથી વધુના વ્યવહાર કરવામાં આવ્યા છે. આ બબતે મકબુલ નામના ઇસમની અને તેની પાસેથી મળેલા બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી જે સિમકાર્ડ મળ્યા છે તે દુબઇમાં 5થી 8 લાખ રૂપિયામાં વેંચતા હતા.

આ ઉપરાંત આરોપીઓ દુબઇ તેમજ સાઉદી રેબિયામાં વિઝીટ કરી રહ્યા છે. તેથી તેઓ દુબઇમાં રહેતા મહેશ દેસાઈ સાથે સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં 6 લોકોના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.