નવસારી: નિરાધાર વિધવા સહાય તથા નિરાધાર વૃધ્ધ સહાય યોજાનાના લાભાર્થી બહેનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. સેવાસેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે. આજરોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓએ ઘર આંગણે જ સરકારની સેવાઓનો લાભ મેળવતા વિવિધ લાભાર્થીઓએ નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓ પૈકિ એક વિધવા સહાયનો લાભ મેળવતા કરોડ કોઠવા ગામના લાભાર્થી નિર્મળા પટેલ, એ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, સરકારએ મારા જેવી અનેક વિધવા બહેનોનો વિચાર કરી વિધવા સહાય યોજના લાગુ કરી છે. સરકાર અમારી પડખે આવી આર્થીક સહાય આપી છે જેના માટે અને સરકાર અને નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. નિર્મળાબેને સૌ વિધવા બહેનોવતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્થાનિક પદાધિકારીઓ અને સ્થાનિક તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. નિર્મળાબેન ઉપરાંત અન્ય 07 વિધવા મહિલાઓ જેમાં કોથમડી ગામના વનિતા હળપતિ, ખરસાડ ગામના ઈલા નાયકા, અબ્રામા ગામના લખી હળપતિ, એરૂ ગામના પ્રેમીલા પુરોહિત, અબ્રામા ગામના સુમિત્રા હળપતિ, દક્ષા પટેલ અને નિરાધાર વૃધ્ધ સહાયના લાભાર્થી સુલતાનપુર ગામના રમીલા પટેલે સરકાર અને નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.