મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. MDM સુપરવાઇઝરના વેતનમાં વધારો કરવામાં માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે સરકાર દ્વારા વધારો આપવામાં આવતા સુપરવાઇઝરોની દિવાળી સુધરી ગઇ હતી.

આજે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યાહન ભોજનના સુપરવાઈઝર ના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કરાર આધારીત મધ્યાહન ભોજન સુપરવાઇઝરના માસીક વેતન રૂપિયા 25 હજાર કરવામાં આવ્યું છે. તેમજ સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15 હજાર માસિક વેતન અપાતું હતું.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વધુ જણાવવામાં આવ્યુ છે કે મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત MDM સુપરવાઇઝરનું માસિક વેતન રૂ.25000 કરવામાં આવ્યું છે. તેમજ આ વધારાનો અમલ ઓક્ટોબર 2024થી કરવામાં આવશે.

BHOJAN

ત્યારે આ પરિપત્ર જાહેર થતા રાજ્યના તમામ મધ્યાહન ભોજનના સુપરવાઇઝરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ તમામ સુપરવાઇઝરોને 15 હજાર વેતન આપવામાં આવતુ હતું. ત્યારે હવે 10 હજારનો વધારો આવતા તમામ સુપરવાઇઝરોની દિવાળી સુધરી ગઇ હતી.

  • મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના વેતનમાં વધારો
  • કરાર આધારીત સુપરવાઇઝરના વેતનમાં વધારો
  • સુપરવાઇઝરના માસિક વેતનમાં 10 હજારનો વધારો
  • માસિક વેતન વધારીને 25 હજાર કરવામાં આવ્યું
  • અત્યાર સુધી સુપરવાઇઝરને 15 હજાર વેતન અપાતું હતું
  • શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરાયો

મધ્યાહન ભોજન સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15 હજાર માસિક વેતન અપાતું હતું. તેમજ હવે માસીક વેતન રૂપિયા 25 હજાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વધુમાં  જણાવવામાં આવ્યુ છે કે, મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત MDM સુપરવાઇઝરનું માસિક વેતન રૂ.25000 કરવામાં આવ્યું છે. આ વધારાનો અમલ ઓક્ટોબર 2024થી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.