• 13 માર્ચે પરીક્ષા સંપન્ન, ધો.10-12 સાયન્સની પરીક્ષા 10 માર્ચે પૂર્ણ થશે: રાજ્યમાં આ વખતે પ્રથમ વખત ફેબ્રુઆરી માસથી જ બોર્ડની પરીક્ષા શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર રાજ્યમાં આ વખતે પ્રથમ વખત ફેબ્રુઆરી માસથી જ શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધો.10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે. બોર્ડ દ્વારા લેવાનારી ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચના રોજ પૂર્ણ થશે. આ વખતે માર્ચના મધ્યમાં જ પરીક્ષા પૂર્ણ થઈ જશે. જેથી બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ વહેલુ જાહેર કરવામાં મદદ મળશે. શિક્ષણ બોર્ડ દ્વારા હવેથી ધો.10 અને 12ની તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી તૈયારીનો સમય મળી રહે તે માટે વહેલી પરીક્ષા યોજવામાં આવી હોવાનું પણ કહેવાય છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. દરવર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા માર્ચ માસમાં શરૂ કરવામાં આવે છે અને માર્ચમાં જ પરીક્ષા પૂર્ણ થાય છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે 15 દિવસ ફાળવવામાં આવતા હોય છે. જોકે, શિક્ષણ બોર્ડ દ્વારા ગતવર્ષે ધો.12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ હવે આગામી પરીક્ષાથી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી પૂરક પરીક્ષા વહેલી યોજી શકાય તે માટે બોર્ડની મુખ્ય પરીક્ષા વહેલી યોજવાનું નક્કી કર્યું છે. જે મુજબ ધો.10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 10 માર્ચના રોજ પૂર્ણ થશે. આ બંને ધોરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીનો પૂરતો સમય મળી રહે તે માટે બે પેપર વચ્ચે એક દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં વિષયોની સંખ્યા વધુ હોવાથી દરેક પેપર વચ્ચે ગેપ રાખી શકાય તેમ ન હોવાથી મહત્વના વિષયો વચ્ચે ગેપ રખાયો છે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. ધો.10 અને 12 સાયન્સની સાથે સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષા પણ 10 માર્ચના રોજ પૂર્ણ થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.