ગીર સોમનાથ: ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરૂ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે. ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત વેરાવળ ચોપાટી ખાતે વોલ પેઈન્ટિંગના માધ્યમથી કલાકારો દ્વારા વિકાસની વાત રજૂ કરવામાં આવી હતી.
ત્યારે વિકાસ સપ્તાહ અંતર્ગત વેરાવળ ચોપાટી ખાતે ગીર સોમનાથ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા કલા સંઘ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેરાવળ ચોપાટી ખાતે કલાકારોએ વોલ પેઈન્ટિંગના માધ્યમથી રિન્યૂએબલ એનર્જી, સોલાર પાવર, વિવિધ પ્રવાસન સ્થળો, સુશાસન થકી વિકસિત ગુજરાત વગેરે વિષયો પર ચિત્રોના માધ્યમથી વિકાસગાથા રજૂ કરવામાં આવી હતી.
અતુલ કૉટૅચા