દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

ત્યારે તારીખ 16/10/2024 ને બુધવારે ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે શરદપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. જે માટે સેવા ક્રમ નીચે મુજબ રહેશે. આ દરમિયાન સવારે નો ક્રમ: મંગળા આરતી સવારે 6:30 વાગ્યે થશે. અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

તેમજ સાંજ નો ક્રમ : નિત્ય ક્રમ મુજબ. પુજારી પરિવાર દ્વારા રાત્રે 8  થી 10  વાગ્યા સુધી શરદ રાસોત્સવ દ્વારકાધીશ મંદિર પરિસરમાં ઉજવાશે.

આ દરમિયાન 17/10/24 નાં પુનમ હોવાથી મંગલા આરતી સવારે 6:00 વાગ્યે થશે

મહેન્દ્ર કક્કડ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.