• સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર
  • નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર
  • ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર
  • GPSC દ્વારા ભરતીઓની જાહેરાત કરવામાં આવી
  • ઉમેદવારો આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે

Gandhinagar : સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. તેમજ GPSC(Gujarat Public Service Commission) દ્વારા અનેક પદો પર ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ નાયબ સેક્શન અધિકારી 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાય છે. GPSC દ્વારા જાહેર કરવામાં આવી ભરતીઓ GPSC દ્વારા રાજ્યમાં વિવિધ વિભાગમાં અનેક ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ જાહેરાત મુજબ, સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 143 જગ્યા પર ભરતી જાહેર કરાય છે. જ્યારે નાયબ સેક્શન અધિકારી 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાય  છે. આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાય છે.

ઇચ્છુક ઉમેદવારો આવતીકાલથી ઓનલાઇન અરજી કરી શકશે

GPSC દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, આ ભરતીઓ માટે ઇચ્છુક ઉમેદવારો આવતીકાલથી ઓનલાઇન અરજી કરી શકશે. GPSCની સત્તાવાર વેબસાઇટ પરથી ઉમેદવારો આ ભરતી અંગેની સમગ્ર માહિતી મેળવી શકશે. આ દરમિયાન ઇચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.