સુરત: આગામી સમયમાં ચંદી પડવો અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે અને તહેવારો દરમ્યાન મીઠાઈનું વેચાણ ખુબ થતું હોય છે ત્યારે સુરત શહેરમાં ફૂડ વિભાગ દ્વારા માવા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફીસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએથી માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તેમજ ચંદી પડવાને લઈ આરોગ્ય વિભાગના દરોડા પડયા હતા. જેમાં ઘારી બનાવતી સંસ્થામાં ઘારીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી તેમજ કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે ભેળસેળ કરતા હોય છે. ત્યારે ફૂડ વિભાગની 12 જેટલી ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર ઘારીના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ આ સેમ્પલોને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશ. જેમાં જે સંસ્થાની ઘારીમાં ભેળસેળ જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.