ભરૂચ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરજીવનમાં પુરા કરેલા 23 વર્ષના ઉપલક્ષમાં રાજયભરમાં યોજાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતીના અધ્યક્ષસ્થાને આજરોજ જે.પી. કોલેજ ભરૂચ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ સપ્તાહ ઉજવણી અંગે વિગતે છણાવટ કરતા મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેરજીવનમાં 23 વર્ષ પૂર્ણ થયા છે. જેના ઉપલક્ષમાં રાજયમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત મહાનુભાવોના હસ્તે આજરોજ ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિભાગ, શિક્ષણ વિભાગ, સામાન્ય વહિવટ વિભાગ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મળી રૂ. 96.17કરોડના કુલ 579 કામો પૈકી કુલ રૂ. 71.69/- કરોડના 339 કામોનું ખાતમુહુર્ત તેમજ કુલ 24.48/- કરોડના 240 કામોનું લોકાર્પણ કરી રિમોર્ટ દ્નારા ઈ- તક્તિનું અનાવરણ કર્યું હતું.

01 20

આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીએ પોતાની પ્રસંન્ના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 2001ના વર્ષથી ગુજરાતની ધુરા નરેન્દ્ર મોદીએ સંભાળી અને ભારતના યશસ્વી વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની સફરમાં અનેક નવા વિકાસના આયામો, વિકાસની પહેલને વેગવાન બનાવી તેમણે ભારતભરમાં ગુજરાતને રોલ મોડેલ સ્થાપિત કર્યું છે. આપણા સૌ માટે ગર્વની વાત છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની નોંધ લેવાઈ રહી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. અને હાલ પણ વિકાસની રાજનીતીના યજ્ઞને બુલેટ ટ્રેનની ગતિએ આગળ ઘપાવી રહ્યા છે.

આ સાથે મુદ્દુ અને મક્ક્મ મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલની કામ કરવાની આગવી વિશેષતાઓ વિશે વાત કરતા ભાર પૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ કરવો, એ અમારી જીદ નથી પણ આદત છે. તેમ જણાવી તેમને સફળ સુકાની તરીકેની ઉપમા મંત્રીએ આપી હતી. આપણા યશસ્વી વડાપ્રધાનને નવા આયામોની સ્થાપના કરી ભારતને નવી દીશા અને રાહ ચિધ્યાં છે. વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં ભારત દેશની અન્ય વિકસિત દેશોની હરોળ ગણના કરવામા આવે છે.

03 20

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વર્ષ 2011માં 11માં સ્થાને હતી તે હવે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે અને ૨૦૩૦ સુધીમા ભારતની ઇકોનોમી નંબર એક પર હશે. તેમ પણ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વર્ષ 2003મા વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ, જી-20 સમિટ,વાઈબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ વાઈબ્રન્ટ ગુજરાત જેવા નવીન પરિણામલક્ષી કામોને પરિણામે આજે ગુજરાતમા સૌથી વધુ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમા સેમિકન્ડક્ટર હબ અને ઉદ્યોગો સ્થાપવાના કારણે અનેક રોજગારીનું સર્જન થયું છે. જિલ્લામા સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવી રહ્યા છે. જે સરકારની લોકો પ્રત્યેની પ્રતિબ્ધતા દર્શાવે છે.

04 14

આ સાથે આ પ્રસંગે જિલ્લા પંચાયત ભરૂચના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ પણ પ્રાસંગિગ ઉદ્બોધન કર્યું હતું. અને ભરૂચના ધારાસભ્યએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશના સવોચ્ચ પદ પર રહીને છેલ્લા 23 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાની પડખે, પ્રજા માટે અવિરત કામ કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ઔતિહાસિક પગલાં અને નિતિઓને કારણે અનેક પરિવર્તનો આવ્યા છે. આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, નગર પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ કોશિક પટેલ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ અઘ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, રાયસિંગ વસાવા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, ડીઆરડીએના નિયામક, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ, માર્ગ અને મકાન, નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, શિક્ષણ, સામાન્ય વહિવટ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલા સરપંચો, ગ્રામજનો અને નગરજનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.