• હીરાના ભાવમાં 3 વર્ષમાં 35 ટકા સુધી ઘટાડો
  • હીરાનો ભાવ હાલમાં રૂા.65 થી 70 હજાર પહોંચી ગયો
  • કાચા હીરાના ભાવમાં 25 ટકા સુધી જ ઘટાડો
  • અંદાજીત 15 લાખ લોકોને મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો

સુરતનો હીરા ઉદ્યોગ 50 વર્ષની સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરાના ભાવમાં બે વર્ષમાં 35થી 40 ટકાનો ઘટાડો આવ્યો છે. જેમાં તૈયાર હીરાના ભાવમાં 3 વર્ષમાં 35 ટકા સુધી ઘટાડો થયો છે. એટલે કે એક સમયે એક લાખની કિંમતના હીરાનો ભાવ હાલમાં રૂા.65 થી 70 હજાર પહોંચી ગયો છે. અને કાચા હીરાના ભાવમાં 25 ટકા સુધી જ ઘટાડો થયો છે જેના કારણે વેપારીઓને 10 ટકા સુધી ખોટ સહન કરવી પડી રહી છે.એટલે લોકો હવે રોકાણ માટે પણ ડાયમંડ ખરીદતા ઓછા થઈ ગયા છે. હીરા વ્યવસાયમાં સતત બે વર્ષ મંદી ચાલી રહી હોવાનું છેલ્લા પચાસ વર્ષમાં પહેલીવખત બન્યું છે. અંદાજીત 15 લાખ લોકોને રોજગારી આપતા આ ધંધા પર મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

જેમાં મંદીના કારણોમાં ચીનના ખરીદદારોએ ડાયમંડના બદલે ગોલ્ડ જવેલરી ખરીદવાનું શરૂ કરી દીધુ છે આ ઉપરાંત જી-7 દેશો દ્વારા રશિયન હીરા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પહેલા જે રીતે નેચરલ ડાયમંડ લોકો ખરીદતા હતા તેને બદલે હવે લેબગ્રોન ડાયમંડ 70 ટકા સસ્તો પડતો હોવાથી પણ હીરા વ્યવસાયને માઠી અસર પડી છે. રશિયા-યુક્રેન, ઈઝરાયલના યુધ્ધના કારણે પણ હીરાના ધંધા પર અસર પડી છે. વિશ્વમાં 10 હીરાનું કટ એન્ડ પોલિશ્ડ થાય તેમાંથી 9 હીરાનું કટ એન્ડ પોલિશ્ડ સુરતમાં થાય છે.

સુરતમાં હીરાનું કટ એન્ડ પોલિશ્ડ થયાં બાદ તેનું સુરત અને મુંબઈથી વિશ્વના અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ થાય છે. વર્ષો પહેલા જેમણે ડાયમંડ જ્વેલરીની ખરીદી કરી હતી તેની કિંમત કરતા સોનાની કિંમત વધારે મળે છે. જ્યારે ડાયમંડના ભાવ મૂળ કિંમત કરતાં પણ ઓછા આવે છે. ચાઈનાના લોકોએ આ મુદ્દે પબ્લિશીટી પણ ખૂબ કરી હતી જેથી ચાઈનાના વેપારીઓ મોટા પાયે ડાયમંડ ખરીદતા હતા તેને બદલે હવે ગોલ્ડ જવેલરી પર શીફટ થઈ ગયા છે. ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ, હમાસ, લેબનોનમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને અમેરિકા સહિતના માર્કેટમાં તેની અસર પડતા મંદી છે.

ત્યારે તેની અસર સુરત, મુંબઈ સહિત દેશના હીરા ઉદ્યૌગ પર પડી છે. કોરોના કાળમાં તમામ ઉદ્યોગ ધંધાઓ બંધ હતાં ત્યારે વર્ષ 2021-22માં ડાયમંડ ઉદ્યોગમાં ઈતિહાસમાં સૌથી વધારે 1.80 લાખ કરોડના ડાયમંડનું એક્સપોર્ટ થયું હતું. અને ત્યાર બાદ માત્ર 1 જ વર્ષ પછી તરત જ 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદી આવી પડી છે. જે હજુ ચાલી રહી છે. સુરતમાં નાના મોટા મળીને અંદાજીત 8 હજાર જેટલાં હીરાના કારખાનાઓમાં કટ એન્ડ પોલિશ્ડનું કામ થઈ રહ્યું છે જેમાંથી મોટા ભાગના કારખાનાઓ હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં છે. અંદાજીત 15 લાખ લોકોને રોજગારી આપતા આ ધંધા પર મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.