• સાગઠીયા પાસે ડીમોલીશનની સત્તા હોવા છતાં નોટિસ આપી અને દુર્ઘટનાને આમંત્રણ આપ્યું, જવાબદારીમાંથી છટકી શકે નહીં સ્પે.પીપી તુષાર ગોકાણીની દલીલ

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા જેલ મુક્ત થવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સુનાવણી ઉપર આવતા અગ્નિકાંડનો દોષનો ટોપલો પૂર્વ ટીપીઓ સાગઠિયાએ મ્યુ. કમિશનર પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કોર્ટે પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં  ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું  થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું  ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના  ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને  ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર  સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયો હતો. અગ્નિ કાંડ કેસમાં જેલ હવાલે રહેલા જમીન મલિક અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી અદાલતે રદ કર્યા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા રેગ્યુલર અરજી કરી છે. જે બંને જામીન અરજી આજે સુનાવણી હતી. પરંતુ ન્યાયાધીશ રજા ઉપર હોવાથી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં તા.14 ઓક્ટોમ્બરની મુદત પડી હતી. જે જામીન અરજી  અદાલતમાં સુનાવણી પર આવતા આરોપી પૂર્વ ટીપીઓ સાગઠીયાના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ટીપીઓ સાગઠીયા નિર્દોષ છે તેની સીધી કે આડકતરી રીતે કોઈ સંડોવણી કે મદદગારી હતી નહીં કે છે નહીં મનસુખ સાગઠીયાનું કોઈ યોગદાન હતું નહીં કે છે નહીં આરોપી સીધી રીતે બનાવની તારીખે બનાવના સ્થળે કામગીરી કરેલ નથી કે અરજદાર જમીન માલિક નથી તેમજ ડીમોલિશનની સતા સાગઠિયા પાસે નહિ હોવાના વગેરે પ્રકારના કારણો આગળ ધરી જામીનમુક્ત કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેની અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનાર હતભાગી પ્રદીપસિંહ રણજીતસિંહ ચૌહાણે સાગઠિયાની જામીન અરજી રદ કરવા કરેલી વાંધા અરજીને લઈને સરકાર પક્ષી સ્પે. પીપી અને હતભાગી પરિવારો વતી રોકાયેલા વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે મનસુખ સાગઠીયા અગ્નિકાંડ સમયે મહાનગરપાલિકાના મુખ્ય ટીપીઓ હતા. પોલીસ ફરિયાદમાં તેમનું નામ પ્રથમથી જ છે. ટીઆરપી ગેમઝોનમાં ઘટના બની છે તેના બિઝનેસ ઉપર આરોપી મનસુખ સાગઠીયાનો સંપૂર્ણ કંટ્રોલ હતો.  આ જગ્યાએ ગેરકાયદે બાંધકામ હતું તે પણ આરોપીના ધ્યાનમાં હતું સને 2021 થી આ ગેમઝોન ગેરકાયદે રીતે ચાલી રહ્યું હોવા છતાં  રહેણાંકના હેતુ વાળી આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવા છતાં અટકાવવામાં આવેલો નથી સાગઠીયાના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, જયારે ટીઆરપી ગેમઝોનનો મોતનો માંચડો ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે ટીપીઓ તરીકે તેની પાસે ફક્ત નોટીસ આપવાની જ સત્તા હોય તેણે નોટીસ આપી હતી. સાગઠીયાના વકીલે દલીલ કરી હતી કે, બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપીઓ પાસે નહિ હોવાથી ડિમોલીશન કરાયું ન હતું. જેની સામે સ્પે. પીપી તુષારભાઈ ગોકાણીએ જરૂરી આધાર પુરાવા રજૂ કરીને દલીલ કરી હતી કે, જયારે મોતનો માંચડો ખડકવામાં આવ્યો ત્યારે ટીપીઓ તરીકે સાગઠીયા પાસે બાંધકામને તોડી પાડવાની સંપૂર્ણ સત્તા હતી તેમ છતાં તેમણે ફક્ત નોટીસ આપીને સંતોષ માની લીધો હતો અને પરિણામે ગેમઝોનની ગોઝારી ઘટના સર્જાઈ હતી. તુષાર ગોકાણીએ વધુમાં કોર્ટને જણાવ્યું હતું કે, તત્કાલીન ટીપીઓ દોષનો ટોપલો અન્ય પર ઢોળી પોતે જવાબદારીમાંથી છટકી શકે નહિ. અદાલતે સ્પે. પીપીની દલીલોને ગ્રાહ્ય રાખી સાગઠીયાની જામીન અરજી ફગાવી દીધી હતી. સાગઠીયાએ માનવસર્જિત વાતગ્રસ્ત બનાવમાં મહત્વનો રોલ ભજવેલ છે.  કોર્પોરેશન દ્વારા નોટિસો આપવા છતાં તેમજ ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવા છતાં કાન આડા કાન કર્યા છે જેના કારણે આવી ગંભીર હોનારત સર્જાઇ હોવાથી આરોપીની જામીન અરજી રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. અગ્નિકાંડનો દોષનો ટોપલો પૂર્વ ટીપીઓ સાગઠિયાએ મ્યુ. કમિશનર પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં   કોર્ટે પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ   અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

  • પૂર્વ ટીપીઓ સાગઠિયા પાસે અગાઉની મિલકતનો કોઈ  આધાર-પુરાવા   કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી: સ્પેશિયલ પીપી એસ.કે.વોરા
  • વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીની આવકને ધ્યાને લઈને ગુનો દાખલ કર્યો અને  છેલ્લા 10 વર્ષ પહેલાંની મિલકતો કે આવકને ધ્યાનમાં લેવામાં આવી નથી બચાવ પક્ષની દલીલો 
  • ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર   મિલકતના કેસમાં જેલ હવાલે રહેલા ટીપીઓ સાગઠિયાએ   અપ્રમાણસર મિલકતના કેસમાં   જામીન અરજીની સુનાવણી  પૂર્ણ થતા કોઈ પણ ઘડીએ ચુકાદો સંભળાશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા 27 લોકો જીવતા ભુંજાયા હતા. જે અગ્નિ કાંડના રાજકોટ સહિત દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. જે અગ્નિકાંડમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સહિતનાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત 16 વ્યક્તિની સંડોવણી ખુલતા ગુનો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી 26 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટીપીઓ મનસુખ સાગઠીયાએ જેલ મુક્ત થવા અગ્નિકાંડ અને અપ્રમાણસર મિલકતના કેસમાં  જામીન અરજી કરી હતી. જ્યારે અપરમાણસર મિલકતના કેસમાં બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી છે. સાગઠિયાના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે સાગઠિયા સામે અપ્રમાનસર મિલકતનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં માત્ર વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીની આવકને ધ્યાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષ પહેલાંની મિલકતો કે આવકને ધ્યાનમાં લેવામાં આવી નથી તેવી દલીલો કરવામાં આવી હતી. જ્યારે સરકાર પક્ષે સ્પે.પીપી દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે પૂર્વ ટીપીઓ સાગઠિયા પાસે અગાઉની મિલકતો હોય તો તેના કોઈ પણ આધાર-પુરાવા સાગઠિયા દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી. બને પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોના આધારે અદાલત ગમે તે ઘડીએ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી ઉપર ચુકાદો સંભળાવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.સરકાર પક્ષે સ્પે. પીપી સંજયભાઈ કે. વોરા જ્યારે  સાગઠિયા વતી એડવોકેટ તરીકે જામનગરના એડવોકેટ વી.એચ. કનારા, વી.એસ.  ખીમાણીયા અને રાજકોટના ભાર્ગવ બોડા રોકાયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.