• રિલાયન્સના તમામ બિઝનેસ પોર્ટફોલીયામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સંતોષ  વ્યકત કરતા મુકેશ અંબાણી

કરલો દુનીયા મુઠ્ઠીમે રિલાયન્સ એમ્પાયરના સ્થાપક ધીરૂભાઈ અંબાણીના સુત્રને  સાર્થક કરી રિલાયન્સના તમામ બીઝનેસ પોર્ટ ફોલીયોની વિકાસ રફતાર તેજ થઈ આગળ વધી રહી છે. 30 સપ્ટે.ના રાજે પુરા થયેલા કવોર્ટરના પરિણરામોમાં રિલાયન્સની આવક  2,58,027 કરોડ નોંધાયો છે. તેમાં જીયોપ્લેટફોર્મમાં કવાર્ટરમાં કરવેરા ભરાયા બાદ  6536 કરોડનો નફો અને રિલાયન્સ કવાર્ટરમાં  કરવેરા બાદ  2935 કરોડ નફો કર્યો છે.

પરિણામો પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર  મુકેશ. ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, મને એ નોંધતા આનંદ થાય છે કે આ ક્વાર્ટર દરમિયાન રિલાયન્સે તેના વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોની લવચિકતાનું ફરી એકવાર પ્રદર્શન કર્યું. અમારું પ્રદર્શન ડિજિટલ સેવાઓ અને અપસ્ટ્રીમ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિને પ્રતિબિંબિંત કરે છે. આનાથી ઓ2સી બિઝનેસના નબળા યોગદાનને આંશિક રીતે સરભર કરવામાં મદદ મળી, જે પ્રતિકૂળ વૈશ્વિક માગ-પુરવઠાના પરિબળો દ્વારા પ્રભાવિત થયું હતું.

ડિજિટલ સેવાઓમાં વૃધ્ધિ એઆરપીયુમાં વધારા અને અમારી સેવાઓના મજબૂત વેલ્યુ પ્રોપોઝીશન્સને પ્રતિબિંબિત કરતા કસ્ટમર એંગેજમેન્ટ મેટ્રીક્સના સુધારાને કારણે હતી. અમારા અનોખા ઉદ્યોગ-અગ્રણી ઉંશજ્ઞઅશિઋશબયિ ઓફરને કારણે હોમ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં ઝડપી વૃધ્ધિ જોવા મળી રહી છે.

ઉંશજ્ઞની વ્યાપક સેવાઓ તેને ભારતના દરેક ગામ, નગર અને શહેર તેમજ દેશના નાના અને મધ્યમ કક્ષાના સાહસોનું ડિજિટલી સશક્તિકરણ કરવા સક્ષમ બનાવે છે. ડિજિટલ સેવાઓનો વ્યવસાય રાષ્ટ્રીય સ્તરે નવીન ડીપ-ટેક સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે અને તમામ ભારતીયોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પાથ-બ્રેકિંગ લાભો પહોંચાડવાના માર્ગ પર છે.

પ્રથમ ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરી આ વર્ષના અંત સુધીમાં સોલાર પીવી મોડ્યુલનું ઉત્પાદન શરૂ કરવાના પથ પર છે. સોલાર, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ, ગ્રીન હાઇડ્રોજન, બાયો-એનર્જી અને વિન્ડ સહિતના રિન્યુએબલ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી સાથે, ન્યૂ એનર્જી બિઝનેસ વૈશ્વિક સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં નોંધપાત્ર યોગદાનકર્તા બનવા તૈયાર છે.

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના કોન્સોલિડેટેડ પરિણામો ક્વાર્ટર્લી આવક રૂ. 37,119 કરોડ,   17.7 % નો વધારો ક્વાર્ટર્લી  રૂ. 15,931 કરોડ,   17.8 % નો વધારો કુલ સબસ્ક્રાઇબર બેઝ 479 મિલિયન સપ્ટેમ્બર’24ની સ્થિતિએ, 4.2 % નો વધારો  148 મિલિયન સબસ્કાઇબર્સ 5જી માં તબદિલ થતાં અને વાયરલેસ ડેટા ટ્રાફિકમાં 34% યોગદાન સાથે જિયોએ 5જીમાં તેનું અગ્રણી સ્થાન વધારે મજબૂત કર્યું છે

5જી અને હોમ યુઝર્સના ઊચ્ચતમ મિક્સ સાથે માથાદિઠ ટેડા વપરાશ વધીને 31જીબી/માસ થયો હોમ કનેક્ટ્સ માટેનું વધુ એક વિક્રમી ક્વાર્ટર, 2.8 મિલિયનથી વધુ જિઓએરફાઇબર જોડાણો સાથે જિયો વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વૃધ્ધિ પામનાર ફિક્સ વાયરલેસ ઓપરેટર બની છે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન,   આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયોએ સ્થાપના થઈ ત્યારથી ગ્રાહકો અને શેરધારકો માટે મૂલ્યસર્જન માટે ડીપ ટેક ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય ડિજિટલ પરિદ્રશ્યની જિયો ટ્રુ5જી અને જિયોએરફાઈબર દ્વારા કરવામાં આવેલી પ્રવર્તમાન કાયાપલટ આ અભિગમની સાક્ષી પૂરે છે. એઆઈ આ કાયાપલટ માટેના નવા રનવેનું નિર્માણ કરી રહ્યું છે, અને જિયો ભારતમાં તમામ ભારતીયો માટે વિશ્વની સર્વશ્રેષ્ઠ એઆઈ ઈકોસિસ્ટમને વિકસાવવા કટિબદ્ધ છે. જિયો શેરધારકોને ખૂબ ઝડપથી વળતર પૂરું પાડવા વચનબદ્ધ છે અને તેણે વર્તમાન ત્રિમાસિકગાળામાં નાણાકીય પ્રદર્શનમાં મજબૂત પ્રગતિ દર્શાવી છે.ક્ધસોલિડેટેડ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ત્રિમાસિક આવક નજીવા ઘટાડા સાથે ₹76,302 કરોડ નોંધાઈ ત્રિમાસિક ગાળાનો   નજીવા વાધારા સાથે ₹ 5,850 કરોડ થયો વિવિધ ફોર્મેટમાં કુલ 297 મિલિયન ફૂટફોલ નોંધાયા; 464 નવા સ્ટોર્સ ખૂલ્યા હતો.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ઈશા એમ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ રિટેલે ભાવિ વૃદ્ધિ માટે મજબૂત પાયો રચવા તેમજ બજારમાં નેતૃત્ત્વ જાળવી રાખવા ટેકનોલોજી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો કરવાનું જાળવી રાખ્યું છે. અમે રોજિંદી આવશ્યક ચીજોથી માંડીને પ્રિમિયમ ઓફરિંગ્સ સુધીના ફલક પર વિસ્તરેલી નવતર પ્રોડક્ટ્સની સાથે અમારા ગ્રાહકો માટેની પસંદગીઓને સુદૃઢ બનાવવાનું ચાલુ રાખ્યું છે. અમારી વિવિધતા તેમજ વિવિધ કેટેગરીમાંની નવતર પ્રસ્તુતિને સતત વિસ્તારીને, અમે એવી શોપિંગ અનુભૂતિનું સર્જન કરી રહ્યા છીએ કે જે અમારા ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાની સાથે રિટેલ ક્ષેત્રમાં અમારા નેતૃત્ત્વને સુદૃઢ બનાવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.