• નડિયાદ ACBની સફળ ટ્રેપ
  • પ્રોહિબીશનના કેસની પતાવટ માટે કરી હતી લાંચની માંગણી
  • એક ASI અને 3 કોન્સ્ટેબલની કરાઇ ધરપકડ

આણંદ : એસીબી વિવિધ જગ્યાએ દરોડા પાડીને લંચિયાઓને સકંજામાં લઇ રહી છે. ત્યારે એસીબીએ 4 પોલીસ અધિકારીઓને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા છે. જેમાં એક એએસઆઈ અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આણંદના પેટલાદમાં મહિલા બુટલેગર પાસેથી પ્રોહિબીશનના કેસની પતાવટ માટે રૂ.45 હજારની લાંચની માંગણી કરાઇ હતી. જે સમગ્ર મામલે એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલો મળી કુલ ચાર પોલીસ કર્મચારીઓને નડિયાદ એસીબીએ ઝડપી પાડયા છે. ચારેય કર્મીઓને નડિયાદની કચેરી ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વિગત મુજબ પેટલાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને કોન્સ્ટેબલોએ વિદેશી દારૂના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી રૂ. 45 હજારની માંગ કરી હતી. મહિલા બુટલેગરે આ અંગે નડિયાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ પેટલાદ શહેરની સ્ટેશન ચોકીએ છટકું ગોઠવી એએસઆઈ રામભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ અને કોન્સ્ટેબલ વનરાજસિંહને ઝડપી પાડયા હતા. ત્યારબાદ ચારેય પોલીસ કર્મીઓને નડિયાદ એસીબીની કચેરી ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.