ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારે ઉતાર-ચડાવ વચ્ચે પૂરી થઈ ગઈ અને સરકારનો શપથવિધિ સમારંભ પણ યોજાઈ ગયો. ૨૦ ધારાસભ્યોને મંત્રીપદ પણ ફાળવી દેવાયા છે અને તેઓ પગાર-ભથ્થાં મેળવતા થઈ ગયા છે. પણ, ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના મળીને કુલ ૧૬૨ ધારાસભ્યો એક મહિનો થવા આવ્યો હોવા છતાં શપથવિધિ ના યોજાતાં તેઓ એક મહિનાના પગારથી વંચિત રહી જશે. કેમક, નિયમ મુજબ જ્યાં સુધી શપથ ના લે ત્યાં સુધી ધારાસભ્યોના પગાર-ભથ્થાં શરૂ થતાં નથી. ચૂંટણીના પરિણામો 18મી ડિસેમ્બરે આવ્યા હતા.
હવે મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. જોકે, હજુ સુધી ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ ક્યારે યોજાશે તે નક્કી નથી. ગુજરાતના ધારાસભ્યોને મહિને ૬૮ હજારનો પગાર ઉપરાંત ગાંધીનગર એમએલએ ક્વાટરમાં રહેવા માટે ગર તેમજ મુસાફરી ભથ્થાં સહિતના લાભો મળતા હોય છે. જોકે, શપથવિધિ વિના ધારાસભ્યો હવે એક મહિના જેટલા સમયના પગારથી વંચિત રહી જશે. ૧૬૨ ધારાસભ્યોનો 68 હજાર લેખે કુલ પાગર ગણીએ તો લગભગ સવા કરોડ થવા જાય છે.