શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રા નીકળી

88.86 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્ય સાથે મહીસાગર જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તે અંતર્ગત આજ રોજ બાલાસિનોર તાલુકાના રૈયોલી ગ્રામ પંચાયતથી ડાયનાસોર ફૉસિલ પાર્ક સુધી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં પદયાત્રા નીકળી અને 88.86 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારે આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ 07 ઓક્ટોબર 2001 માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ વણથંભી વિકાસ યાત્રા શરૂ કરાવી હતી. આજે છેવાડાના દરેક વ્યક્તિની સરકાર દરકાર લઈ અનેક યોજનાઓ થકી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 વિકસિત ભારતના સપનાને સાકાર કરવા એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવું પડશે.

આ સાથે આ પ્રસંગે બાલાસિનોર પ્રાંત અધિકારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને રમત ગમત અધિકારીએ આભારવિધિ કરી હતી. મહાનુભાવોઓ સહિત ગ્રામજનોએ ભારત વિકાસ સપથ લીધા હતા. મંત્રી સહિત મહાનુભાવોએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાત લીધી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિધાર્થ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ,સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.