નવું ઘર લીધા બાદ જે તે વ્યક્તિ ઘરની સજાવટમાં ફર્નિચરને વધુ મહત્ત્વ આપે છે. લોકો લાખો રૂપિયાના ખર્ચે ફર્નિચર બનાવે છે, પણ આવું ફર્નિચર જ્યારે ઊધઈ કોરી ખાય કે બગાડી નાખે ત્યારે તેની સમસ્યાનો પાર નથી રહેતો. એટલું જ નહીં પણ બૅન્કમાં રાખેલા પૈસા કે અગત્યના દસ્તાવેજ પણ ઊધઈએ કોરી ખાધા હોય એવા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે.

જો આખા ઘરમાં લાકડાનું ફર્નિચર હોય તો આપણને હંમેશા એક જ ડર સતાવતો હોય છે ક્યાંક તેમાં ઊધઈ ના લાગી જાય. જો કે ઊધઈ દેખાવમાં સફેદ રંગની એકદમ નાની હોય છે અને લાકડા પર તેમજ ભેજવાળી વસ્તુઓમાં થઈ જતી હોય છે.

ઊધઈ લાકડા તથા પુસ્તકોને પણ બગાડી દે છે. જો તમારા ઘરમાં પણ ઊધઈ ખૂબ જ પ્રમાણમાં આવતી હોય તો તમે ટર્મિનેટર નામના લીક્વીડનો  ઉપયોગ કરી શકો છો, જેથી કરીને ઊધઈની સમસ્યા ઓછી થઈ શકે છે.

આ ઉપાય પણ અજમાવી શકો છો.

-ઘરની આસપાસ ક્યાંય પાણી જમા ના થવા દો. નાળી અને ગટરની સફાઈ પર પુરતું ધ્યાન આપો.

-ઘરમાં સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવતા રહો. ખાસ કરીને ચોમાસામાં આનો છંટકાવ કરાવો.

-ફર્નિચરને થોડા દિવસ તાપમાં રાખો અને ઊધઈ વિરોધી સ્પ્રે છાંટો.

-આ ઉપાય કર્યા પછી પણ જો ત્યાં ઊધઈ આવી જતી હોય તો ફર્નિચર પર પેઈન્ટ કરાવી દો કે પોલિસ કરાવી દો.

-કારેલાના રસની કડવી સુગંધ સુંઘતા જ બધી ઉધઈ ધીમે ધીમે નાશ થઈ જશે. ઓછામાં ઓછું ૩ થી ૫ દિવસ સુધી કારેલાનું જ્યુસ છાંટવું પડશે જેથી ઉધઈ પાછી ન લાગે. સંતરાની સુગંધ પણ ખૂબ જ તીવ્ર હોય છે. ઊધઈને ભગાડવા માટે ફર્નીચરમાં સંતરાની છાલ મૂકી દો. તમે આનો પાઉડર અથવા તેલ પર વાપરી શકો છો. સંતરાના તેલને સ્પ્રેની મદદથી ફર્નીચરના કાણામાં નાખો તેથી ઉધઈ તરત જ મરી જશે.

-મીઠામાં પણ એટલી જ શક્તિ હોય છે કે તેનાથી ઉધઈનો નાશ કરી શકાય. તેથી જ્યાં જ્યાં ઉધઈ લાગેલ જોવા મળે તે તમામ જગ્યા પર મીઠા નો છંટકાવ કરી દો. મીઠું છાંટવાથી તમે જોશો કે ધીમે ધીમે બધી ઉધઈ મરવા લાગશે. લાલ મરચાનો પાવડર નો ઉપયોગ કરીને પણ ઉધઈનો નાશ કરી શકાય છે.

-જે જગ્યાએ ઉધઈની અસર હોય તે જગ્યા પર જો લાલ મરચાનો પાવડર છાંટી દેશો તો તમામ ઉધઈ આપોઆપ મરી જશે. કેરોસિનની ગંધ તીવ્ર હોય છે જે ઉધઈને ઉદભવવા દેતી નથી. લાકડા પર કેરોસીન સ્પ્રે કરવાથી ઉધઈના કીડા મરી જાય છે. અઠવાડિયામાં એકવાર સુતરાઉ કપડામાં કેરોસિન લગાવી ફર્નીચરને લૂંછો. આનાથી ઉધઈની સમસ્યાથી છૂટકારો મળશે.

-સાબુના પાણીથી પણ ઉધઇ દૂર ભાગે છે. રોજ 4 કપ પાણીમાં સાબુના ફીણ કરી આ પાણીને રોજ ફર્નિચર પર છાંટો. આ કામ ત્યાં સુધી કરો કે જ્યાં સુધી તમને ફરક ના દેખાય. સાબુના પાણીથી ઉધઇ ઝડપથી દૂર થશે. તે સિવાય સફેદ વિનેગર પણ ઉધઇને દૂર ભગાડવામાં ફાયદાકારક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.