સમગ્ર રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ ઉજવણીમાં નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને અનુલક્ષીને તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડલ ફાર્મ ખાતે જિલ્લાના અન્ય ખેડૂતોના પ્રેરણા પ્રવાસ અને તાલીમ યોજાઇ રહી છે. આ કાર્યક્રમ અન્વયે ખેરગામ તાલુકાના વાવ મોડેલ ફાર્મની વિઝિટ કરાવવામાં આવી હતી.

જેમાં નાધાઈ નારણપુરાના 57 બહેનો તાલીમમાં જોડાયા હતા. વાંસદા તાલુકામાં સિંણધઇ ગામ ખાતે ખેડૂત નીરુબેન પી. પટેલના મોડલ ફાર્મ ખાતે 34-બહેનો 23- ખેડૂત ભાઇઓ, ગણદેવી તાલુકામાં કલમઠા ગામે સુમન પટેલના મોડલ ફાર્મ ખાતે કુલ-45 ખેડૂત મહિલાઓ, જલાલપોર તાલુકામાં ભાઠા ગામે મોડલ ફાર્મ પાર્વતી પટેલને ત્યા તાલીમમાં 42 બહેનો અને 09 ખેડુત ભાઇઓ, તથા ચીખલી તાલુકામાં રૂમલા ગામે બીપીન પટેલના મારૂતી મંથન મોડેલ ફાર્મ ખાતે 26 બહેનો અને 23 ખેડૂત ભાઇઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીથી પ્રેરણા મેળવી હતી.

03 18

ત્યારે અહી નોંધનિય છે કે, નવસારી જિલ્લો સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તે માટે આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના પ્રેરણા પ્રવાસ થકી ખેડૂતો પોતે ખેતરમાં પાક અને અન્ય વ્યવસ્થાને નીહાળી તેમાંથી સીખ મેળવી શકે છે. આ કાર્યક્રમમાં મોડેલ ફાર્મર્સ, ખેતીવાડી વિભાગ અને આત્મા વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા ખેડૂતોને 100 પ્રતિશત પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોએ ગાય આધારિત ખેતીના ફાયદા, પ્રકૃતિમાં રહેલ ઔષધી અને હેલ્થ ફાર્મિંગ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

ઉપરાંત અન્ય ખેડૂતોને પોતાના અનુભવો જણાવી પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા, બિયારણ, વાવણી, ખાતર અને જંતુ નિયંત્રણ વિશેની વિગતવાર માહિતી આપી, સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ ઉત્પાદનોના વેચાણ અને મૂલ્યવર્ધન વિશે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. પ્રેરણા પ્રવાસ અને તાલીમ દ્વારા પ્રભાવીત થઇ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઉત્સાહ બતાવ્યો હતો. પ્રેરણા પ્રવાસ અને તાલીમ દ્વારા પ્રભાવીત થઇ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઉત્સાહ બતાવ્યો. સમગ્ર રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

04 12

આ ઉજવણીમાં નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને અનુલક્ષીને તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડલ ફાર્મ ખાતે જિલ્લાના અન્ય ખેડૂતોના પ્રેરણા પ્રવાસ અને તાલીમ યોજાઇ રહી છે. આ કાર્યક્રમ અન્વયે ખેરગામ તાલુકાના વાવ મોડેલ ફાર્મની વિઝિટ કરાવવામાં આવી હતી. જેમાં નાધાઈ નારણપુરાના 57 બહેનો તાલીમમાં જોડાયા હતા. વાંસદા તાલુકામાં સિંણધઇ ગામ ખાતે ખેડૂત નીરુબેન પી. પટેલના મોડલ ફાર્મ ખાતે 34-બહેનો 23 – ખેડૂત ભાઇઓ, ગણદેવી તાલુકામાં કલમઠા ગામે સુમનભાઈ પટેલના મોડલ ફાર્મ ખાતે કુલ-45 ખેડૂત મહિલાઓ, જલાલપોર તાલુકામાં ભાઠા ગામે મોડલ ફાર્મ પાર્વતીબેન ધીરૂભાઇ પટેલને ત્યા તાલીમમાં 42 બહેનો અને 09 ખેડુત ભાઇઓ, તથા ચીખલી તાલુકામાં રૂમલા ગામે બીપીન પટેલના મારૂતી મંથન મોડેલ ફાર્મ ખાતે 26’ બહેનો અને 23 ખેડૂત ભાઇઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીથી પ્રેરણા મેળવી હતી.

02 24

આ સાથે અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લો સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તે માટે આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના પ્રેરણા પ્રવાસ થકી ખેડૂતો પોતે ખેતરમાં પાક અને અન્ય વ્યવસ્થાને નીહાળી તેમાંથી સીખ મેળવી શકે છે. આ કાર્યક્રમમાં મોડેલ ફાર્મર્સ, ખેતીવાડી વિભાગ અને આત્મા વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા ખેડૂતોને 100  પ્રતિશત પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોએ ગાય આધારિત ખેતીના ફાયદા, પ્રકૃતિમાં રહેલ ઔષધી અને હેલ્થ ફાર્મિંગ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત અન્ય ખેડૂતોને પોતાના અનુભવો જણાવી પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા, બિયારણ, વાવણી, ખાતર અને જંતુ નિયંત્રણ વિશેની વિગતવાર માહિતી આપી, સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ ઉત્પાદનોના વેચાણ અને મૂલ્યવર્ધન વિશે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. પ્રેરણા પ્રવાસ અને તાલીમ દ્વારા પ્રભાવીત થઇ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઉત્સાહ બતાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.