• કરોડો રૂપિયાની ઉંચાત કરનારા 11 આરોપીઓને ઝડપી પાડ્યા
  • અન્ય શખ્સોની સંડોવણી સામે આવી
  • 4 કરોડ રૂપિયાથી વધુની અનધિકૃત લેવડદેવડના પુરાવા મેળવ્યા
  • પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતના ઉપકરણો કબજે કર્યા

જામનગરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા બનાવોને ડામવા માટે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની કામગીરી કરી છે. પોલીસે ગુન્હાહીત હેતુસર બેંક એકાઉન્ટ ખોલાવી લોકો પાસેથી કરોડો રૂપિયાની ઉંચાત કરનારા 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે.જ્યારે અન્ય શખ્સોની સંડોવણી સામે આવી છે. આ કામગીરીમાં પોલીસે આરોપીઓ પાસેથી ૪ કરોડ રૂપિયાથી વધુની અનધિકૃત લેવડદેવડના પુરાવા મેળવ્યા છે. આરોપીઓ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા હતા અને તેઓ ઓનલાઈન ફ્રોડ, લોન ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે.

તેમજ આરોપીઓ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા હતા અને તેઓ ઓનલાઈન ફ્રોડ, લોન ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે.

આ સાથે જામનગર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા અમીર હુસેન ગંઢાર, ઉબેદ ગોધવીયા, કપીલ મજીઠીયા, જફરૂલ્લાખાન લોદી, દેવરાજ ચોવટીયા, બાસીતખાન લોદી, મયુર સોઢા, મહેન્દ્રભાઈ કણજાીરયા, મુકેશ રાઠોડ, અને મોહીબઅલી મકવાણા, તથા સમીર ટીકરીયા, જાતે ભાવસારને પકડી પાડયા હતાં. જ્યારે આ આરોપીઓની તપાસમાં વસંત જેઠવા, મોહીબ અલી મહેબુબ મકવાણા, હીતેષ સોની, ભાવેશ પરમાર,સદામ બાનાણી, હેમેન્દ્ર કાસુંદ્રા, સહદેવસિંહ રાઠોડ, આનંદ ચોથાણીની સંડોવણી ખુલી હતી.

આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરતા હતા. સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર નાણા ખંખેરતા હતા. આ અન્ય આરોપીઓએ એકાઉન્ટ કિટ સહીત આપી જે દરેક બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે છેતરપિંડી કરી હતી. આશરે રૂપીયા 4,00,06,482 જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કર્યાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.