કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે વધુ એક વિક્રમ પોતાના અંકે કરી લીધો છે, અત્યાર સુધીમાં સૌથી ઝડપી 75 એમએમટી કાર્ગો હેંડલ કરી પોતાની સીમાઓને વધુ વ્યાપ પોર્ટ આપી રહ્યું હોવાનું સાબીત થયું હતું. અત્યાર સુધીની સૌથી ઝડપી ભારતના દરિયાઈ ક્ષેત્રમાં કાર્યક્ષમતા અને વૃદ્ધિ માટે નવા માપદંડો સેટ કરાયા છે. ચેરમેન, ડીપીએએ તમામ હિતધારકો, પોર્ટ યુઝર્સ, ટ્રેડ યુનિયનો, પોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારોને આ સિદ્ધિ માટે સમર્થન અને સહકાર બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ભારતના દરિયાઈ ક્ષેત્રમાં કાર્યક્ષમતા અને વૃદ્ધિ માટે નવા માપદંડો સેટ કરતું દીન દયાળ કંડલા પોર્ટ ઝડપી કામગીરીમાં નવો સોપાન થી પોર્ટની હેન્ડલિંગ ક્ષમતાઓમાં સતત સુધારાથી મોટા જહાજો આવવાના શરૂ થયા છે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં 350 મીટર લાંબુ અને 10 હજાર કન્ટેનરને પોતાના પર રાખવાની ક્ષમતા ધરાવતું મહાકાય જહાજ એમવી મુંદ્રા એક્સપ્રેસ લાંગર્યું હતું. પોર્ટના સુત્રોએ જણાવ્યુ કે ડીપીએ, કંડલામાં આવેલું આ અત્યાર સુધી સૌથી મોટુ કન્ટેનર વેસલ છે. પોર્ટ પોતાની ક્ષમતામાં લગાતાર વધારો કરી રહ્યું છે ત્યારે આ સીમાચીહ્ન રુપ સિદ્ધીથી પોર્ટના ઉત્સાહમાં વધારો થયો છે
ભારતી માખીજાણી