જો તમે પણ 2 થી 3 દિવસની રજા લઈ ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તેમજ તમે ગુજરાતમાં જ કેટલાક એવા સ્થળો વિશે જાણો જ્યાં તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

કેટલાક લોકોને દરિયા કિનારે ફરવાનો શોખ હોય છે. આ દરમિયાન કુદરતના ખોળામાં બેસીને રેતી સામે સમુદ્રને જોવો એ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે. ત્યારે આ સ્થિતિમાં તમે મિત્રો સાથે બીચ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

શિવરાજપુર બીચ :

Shivrajpur Beach

દ્વારિકાના પ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર સહેલાણીઓનો મેળાવડો જોવા મળે છે. તેમજ જો તમે મીની વેકશનનો પ્લાન કરી રહ્યા છો. તો આ બીચ તમારા માટે પરફેક્ટ છે. ગુજરાતના એકમાત્ર બ્લુ ફલેગ ધરાવતા શિવરાજપુર બીચ પર તમે વિવિધ પ્રકારની રાઈડ્સનો પણ આનંદ માણી શકો છો.

માધવપુર બીચ :

Madhavpur Beach8

ગુજરાતના સૌથી જાણીતા બીચમાં એક માધવપુર બીચ પણ આવે છે. માધવપુર બીચ જૂનાગઢની પાસે આવેલ છે, તેમજ માધવ પુર બીચ સૌથી શાંત અને મનોહર સ્થળોમાંનું એક સ્થળ છે. અહિ લોકો ‘પ્રી વેડિંગ’ ફોટોશૂટ માટે પણ આવતા હોય છે.

તિથલ બીચ :

tithal

તિથલ બીચ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણમાં આવેલા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં વલસાડ નગર નજીક તિથલ ગામ ખાતે અરબી સમુદ્રના કિનારા પર આવેલ એક બીચ છે. આ બીચ પર કાળી રેતી જોવા મળે છે.

ડુમસ બીચ :

dumash

ડુમસ બીચ એ સ્થાનિક લોકોમાં સૌથી લોકપ્રિય બીચ છે. ત્યારે સુરત શહેર માટે બીચ પિકનીક સ્પોટ્સ પૈકી એક છે. તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. સુરતી લોકો રજાઓમાં ડુમસ બીચ પર પહોંચી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.