Mumbai : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. ત્યારે મુંબઈમાં પ્રવેશતા તમામ 5 ટોલ બૂથ પર હળવા મોટર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. જેનું અમલીકરણ 14 ઑક્ટોબર રાતથી શરૂ થયું છે. તેમજ રાજ્ય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક સોમવારે યોજાય હતી, આ દરમિયાન એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર વિધાનસભા પહેલા શિંદે કેબિનેટની આ છેલ્લી બેઠક છે. તેમજ બેઠકમાં હળવા વાહન ચાલકોની તરફેણમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન સોમવારે રાત્રે 12 વાગ્યા પછી વાશી, ઐરોલી, મુલુંડ, દહિસર અને આનંદનગર ટોલ પર હળવા વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે નહીં.

આ વાહનોની કેટેગરીમાં કઈ ગાડીઓ આવે છે?

TRAFIK

હળવા વાહનોમાં કાર, ટેક્સી, જીપ, વાન, નાની ટ્રક, ડિલિવરી વાન વગેરે સામેલ છે. તેનો મતલબ છે કે આજે રાત્રે 12 વાગ્યા પછી મુંબઈ આવતી કાર અને ટેક્સીઓને ટોલ ટેક્સમાંથી રાહત મળી શકશે. રાજ્યમાં આ અઠવાડિયે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેવામાં એકનાથ શિંદે કેબિનેટે જનતાની સુવિધા માટે મોટી જાહેરાત કરી છે. સોમવારે રાજ્ય કેબિનેટે મુંબઈમાં પ્રવેશ પર લાદવામાં આવતા તમામ ટોલ ટેક્સ નાબૂદ કરી દીધા છે. તેમજ મુંબઈમાં કુલ 5 પ્રવેશ માર્ગો છે જેના પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. ત્યારે આજે રાત્રે 12 વાગ્યાથી આના પર કોઈ ટોલ નહીં લાગે. જો કે, કોમર્શિયલ વાહનો પર પહેલાની જેમ જ ટેક્સ લાગતો રહેશે.

ચૂંટણી પહેલા શિંદે સરકારનો માસ્ટરસ્ટ્રોક

સરકારના આ નિર્ણયથી લાખો લોકોને ફાયદો થવાની આશા છે. ત્યારે આવી સ્થિતિમાં તેને ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સરકારની તરફેણમાં વાતાવરણ સર્જાઈ શકે છે. આ ઉપરાંત CM એકનાથ શિંદે પોતે થાણેથી ધારાસભ્ય છે. આ સાથે CM બનતા પહેલા તેમણે મુંબઈમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા ટોલનો અનેક વાર વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 55 ફ્લાયઓવર માટે 45 રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવે છે. તેમજ તેને 1995 અને 1999ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો.

આ ટોલ ટેક્સ કુલ 5 સ્થળોએ વસૂલવામાં આવે છે. હવે અહીં સામાન્ય વપરાશકારો પર ટોલ ટેક્સ નહીં લાગે. તેમજ મુલુંડ ચેક નાકા, મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઐરોલી નાકા, દહિસર અને માનખુર્દ નાકા પર ટોલ વસૂલવામાં આવ્યો છે. આ દરમિયાન રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઈચ્છતું હતું કે આ ટોલ ચાલુ રહે જેથી થાણે ક્રીક બ્રિજના બાંધકામનો ખર્ચ વસૂલ કરી શકાય, પરંતુ સરકારે તાત્કાલિક અસરથી ટોલ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ટોલ ટેક્સ ખતમ કરવા વિરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.