ગુજરાત પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મકાનો ભાડે આપનારા મકાનમાલિકો માટે મહત્વના સમાચાર છે. ભાડૂતોએ હવે ફરજિયાત નોંધણી કરાવવી પડશે.
જેના માટે 27મી ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. જેના માટે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરાત પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
રાજ્યભરમાં તા.૧૩ થી ૨૭ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે.
ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.
— Gujarat Police (@GujaratPolice) October 13, 2024
ઓનલાઈન નોંધણી કરો
ગુજરાત પોલીસે ટ્વીટ કર્યું છે કે 13 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન રાજ્યભરમાં ભાડુઆતની નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. ભાડુઆતની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજીયાત છે. જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન કરી શકાશે.
13/10/2024 થી 27/10/2024 સુધી ભાડૂતોની નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ફરજિયાત છે અને ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ વિશેષ ઝુંબેશનો હેતુ સહકારી રીતે ભાડૂતોની નોંધણીનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. તરત જ નોંધણી કરો.
A tenant registration drive is being held from 13/10/2024 to 27/10/2024. This is mandatory and can be easily done online via the Gujarat Citizen First App. This special drive by the police aims to ensure compliance of tenant registration in co-operative manner. Register promptly!
— Gujarat Police (@GujaratPolice) October 13, 2024
આ ઉપરાંત ટ્વીટમાં ફરી કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ ભાડૂઆત નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો અને દરેકને સુરક્ષિત રાખવાનો છે. પોલીસને સહકાર આપો, બને તેટલી વહેલી તકે ભાડુઆતની નોંધણી કરો.