પ્રવાસ થકી પ્રભાસ તીર્થક્ષેત્રના વિકાસકાર્યો વિશે અવગત થયા

વિદ્યાર્થીઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી અભિભૂત થયા

સોમનાથ: વિકાસ સપ્તાહ અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જૂના સોમનાથ મંદિર, નવા સોમનાથ મંદિર સહિત પ્રભાસ ક્ષેત્રના વિવિધ સ્થળો પર પ્રવાસ કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસ કામો વિશે અવગત થયા હતા. જેમાં SSUના વ્યાકરણ વિભાગના અધ્યક્ષ વિનોદકુમાર ઝાના નેતૃત્વમાં પ્રભાસ તીર્થક્ષેત્રનો પ્રવાસ ખેડી વિદ્યાર્થીઓએ પ્રવાસન ક્ષેત્રે થયેલા કાર્યો વિશે માહિતી મેળવી હતી. તેમજ વિદ્યાર્થીઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી અને અભિભૂત થયા હતા.

ત્યારબાદ ટ્રસ્ટી જે. ડી.પરમારે વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સોમનાથ મંદિર સહિત ગીતામંદિર, ત્રિવેણી, રામમંદિર, મારુતિ બીચ, લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તહેવારો નિમિત્તે યાત્રિકોને પૂરી પાડવામાં આવતી સગવડતાઓ અને પ્રભાસ તીર્થક્ષેત્રના ક્રમશઃ વિકાસ બાબતે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.