• બેફામ માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ
  • પોલીસે ૧૧ જેટલા લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો કર્યો દાખલ
  • આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂઆત

મોરબી ખાતે યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવકનું ૧૧ લોકો દ્વારા અપહરણ કરી ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. જે મામલે મોરબી C.T.B. ડિવિઝન પોલીસે ઈસમો વિરુદ્વ ગુનો દાખલ કરી 11 આરોપીની ધરપકડ કરી હતી.તેમજ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની કાયૅવાહી હાથ ધરી છે.

ત્યારે બનાવ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી પંથકમાં ગત રાત્રિએ યુવાનનું અપહરણ કરી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. જેમાં શહેરના ઇન્દિરા નગરમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા 23 વર્ષીય યુવાનનું અનેક શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેલા ગામ નજીક ધોકા વડે બેફામ માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ થયું હતું.જે મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા 11 જેટલા લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેમાં પ્રવીણ ઉર્ફે જગો અદગામા, નરેશ વાઘેલા, કિશોર વાઘેલા, વિશાલ બાવરવા, હરખજી ઉર્ફે હકો અદગામા, કાનો હરખજી અદગામા, જયેશ અદગામા, સુનીલ જોગડિયા, મનીષ દંતેસરિયા,મેરુ કરોતરા અને સીયારામ યાદવ નામના ઈસમો વિરુદ્વ ગુનો દાખલ કરી તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી પ્રવીણ અને હકાની ભત્રીજી સાથે મૃતકને પ્રેમ સબંધ હોવાની જાણ થતાં અન્ય આરોપીઓ સાથે મળી હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે.પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.