જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે માળાઓમાં રુદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાસના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાનું કહેવાય છે.

RUDRAKSH

શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી. રુદ્રાક્ષના વૃક્ષનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે.નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં રુદ્રાક્ષનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એક નાનું બીજ હોય છે. શિવપુરાણમાં સ્ત્રીઓને પણ રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે.

રુદ્રાક્ષ પહેરવાના નિયમ

123

-જો કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે તો તેણે સૌથી પહેલા રુદ્રાક્ષ મંત્ર અને રુદ્રાક્ષ મૂળ મંત્રનો 9 વાર જાપ કરવો જોઈએ. એકવાર રુદ્રાક્ષ કાઢ્યા પછી તેને પવિત્ર સ્થાન પર રાખવો જોઈએ.

-હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને તુલસીની માળાની જેમ પવિત્ર માનવામાં આવે છે. આ કારણોસર રુદ્રાક્ષ ધારણ કર્યા પછી માંસ મદિરાનું સેવન ના કરવું.

-રુદ્રાક્ષ ક્યારેય પણ સ્મશાનમાં ના લઈ જવો. નવજાતના જન્મ દરમિયાન અથવા જ્યાં નવજાતનો જન્મ થયો હોય ત્યાં રુદ્રાક્ષ ના લઈ જવો.

-સ્નાન કર્યા વગર રુદ્રાક્ષને અડવું નહીં અને રુદ્રાક્ષ શુદ્ધ કર્યા પછી જ પહેરવો. રુદ્રાક્ષ ધારણ કરવા દરમિયાન ‘ऊँ नम: शिवाय’મંત્રનો જાપ કરવો.

-રુદ્રાક્ષ હંમેશા લાલ અથવા પીળા રંગના દોરામાં પહેરવો તે શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ક્યારેય પણ કાળા દોરામાં ના પહેરવો જોઈએ, નહીંતર તેની અશુભ અસર થાય છે.

-રુદ્રાક્ષ પહેર્યા પછી તે અન્ય વ્યક્તિને ના આપવી અને અન્ય લોકોની રુદ્રાક્ષની માળા ના પહેરવી.

-રુદ્રાક્ષ હંમેશા સાફ રાખવો, રુદ્રાક્ષના છિદ્રમાં ધૂળ અને ગંદકી જામી શકે છે.

-રુદ્રાક્ષનો દોરો ખરાબ થઈ જાય તો તે દોરો બદલી દેવો અને સફાઈ કર્યા પછી રુદ્રાક્ષ ગંગાજળથી સાફ કરી દેવો

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.