ગીર સોમનાથ: વિકાસ સપ્તાહ અન્વયે ગીર સોમનાથની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત હડમતિયાની શાળા ખાતે પણ પ્રવચનો, ક્વિઝ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સાથે ગ્રામ પંચાયત માધ્યમિક શાળા હડમતિયા ગીર ખાતેની શાળામાં પ્રવચનો, ક્વિઝ, લખપતી દીદી અને ડ્રોન દીદી પ્રવચનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાથે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેમાં ગુજરાત વિકાસયાત્રા ક્વિઝ, લખપતિ દીદી યોજના વિશેની સમજણ, ડ્રોન દીદી અંગે માહિતી તેમજ આ તમામ વિષયો અન્વયે બાળકોએ વકૃત્વ કળા રજૂ કરી હતી. આ તમામ કાર્યક્રમોનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

અતુલ કૉટૅચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.