ગીર સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-2024 ની તા.07 થી તા.15 દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ દ્વારકા-જૂનાગઢના પ્રવાસનલક્ષી વિકાસકાર્યોની માહિતી મેળવી હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ જૂનાગઢ ખાતે રોપ-વેની તેમજ દ્વારકા ખાતે શ્રી કૃષ્ણના દર્શન કરી, ગોમતીઘાટ સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ અને વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની તલસ્પર્શી માહિતી મેળવી હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિશિષ્ટ યોગ કેન્દ્રના વિદ્યાર્થીઓ અને યોગ અધ્યાપક દ્રષ્ટિબેન બારૈયાએ ગીરનારનો પ્રવાસ ખેડ્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ગિરનાર ઉડન ખટોલા વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ રોપ-વે વિશે વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક માહિતી આપી હતી.
જ્યારે દ્વારકા ખાતે પ્રધાનાચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડયા દ્વારા ગોમતીઘાટ, સુદામાસેતુ વગેરે દ્વારકાના સ્થળોના વિકાસની તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી. આમ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં 23 વર્ષમાં ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ વિશે માહિતી મેળવી હતી.
અતુલ કૉટૅચા