- 2850 અરજીઓનો હકારાત્મક નિકાલ કરી સેવાસેતુને સાર્થક કર્યો
ગીર સોમનાથ: રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે તેવા પારદર્શી અભિગમ સાથે રાજ્યવ્યાપી ૧૦માં તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત ઉના નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત 645 હેલ્થ વેલનેસ કાર્ડ, 251 સાતબાર-આઠ અના પ્રમાણપત્રો, 147 આવકના દાખલાઓ, 100 આધારકાર્ડમાં સુધારા, 5 લગ્ન નોંધણી પ્રમાણપત્ર, 07 કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, 4 ડો.બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના, 3 નવા બેંક એકાઉન્ટ, 48 પ્રોપર્ટી ટેક્સ, 69 રાશનકાર્ડની ઈ-કેવાયસી સેવા, 2 રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના સહિત 2850 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
અતુલ કૉટૅચા