- દેશ ભરમાં દશેરા ભાવ ભેર ઉજવણી કરવામાં આવી
- પોલીસ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
- પોલીસ પાસે 13 પ્રકારના 2000થી વધુ હથિયારો
- પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અશ્વનું પણ પૂજન કરાયું
જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રીના નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ દેશ ભરમાં દશેરા ભાવ ભેર ઉજવણી કરવામાં આવે છે અને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અન રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા. તેથી પણ આ તહેવારને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ક્ષત્રિય સમાજ અને પોલીસ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે આજે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા હેડ ક્વાટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. જુનાગઢ જિલ્લા પોલીસ પાસે 13 પ્રકારના 2000થી વધુ હથિયારો છે જેનું જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું સાથે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અશ્વનું પણ પૂજન કરાયું હતું
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, નવરાત્રીના નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ દેશ ભરમાં દશેરા ભાવ ભેર ઉજવણી કરવામાં આવે છે અને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અન રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા. તેથી પણ આ તહેવારને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ક્ષત્રિય સમાજ અને પોલીસ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે આજે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા હેડ ક્વાટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
જેમાં જુનાગઢ જિલ્લા પોલીસ પાસે 13 પ્રકારના 2000થી વધુ હથિયારો છે જેનું જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું સાથે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અશ્વનું પણ પૂજન કરાયું હતું જેમાં અશ્વ પણ એક પોલીસ વિભાગનું હથિયાર છે અને સંકટ સમયે અશ્વ પણ હથિયાર સ્વરૂપે કામગીરી કરતું હોય છે ત્યારે દશેરા તહેવાર ના શસ્ત્ર પૂજન નિમિત્તે જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ આજે દશેરાના દિવસે શક્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રો પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું આ શસ્ત્ર પૂજનમાં જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન આ શાસ્ત્રો જાળવણી અને સફાઈ થાય તેના માટેનું પણ આજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું પોલીસને નકારાત્મક ઉર્જા સામે લડવા માટે ઈશ્વરીય શક્તિ મળે તેવા શુભ આશયથી આજે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.