Vadodara : રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના સાગાડોલ ગામ નજીક શુક્રવારે મોડી રાત્રીના બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા. તેમજ યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાય છે.

મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના સાગાડોલ ગામ નજીક સર્જાયેલા બાઈક અકસ્માતમાં વડોદરાના વેડપૂર ગામના નિલેશ ચૌહાણ અને સાગાડોલ ગામના રાજેન્દ્ર મકવાણાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જ્યારે બાઈક પર સવાર અન્ય એક યુવક ઈર્જાગ્રસ્ત થયો હતો. તે અકસ્માત સર્જાતા આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી.

આ દરમિયાન બને મૃતકોના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતકોના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.