• સાંધા કે ઘૂંટણમાંથી આવતો અવાજ સમસ્યાની પહેલી નિશાની
  • ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવાની છે ખાસ જરૂર
  • વિટામિન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટવાળા ફ્રૂટ લો

ઘૂંટણ કે સાંધામાંથી આવતો કટ-કટનો અવાજ મુશ્કેલી સર્જે છે. તેમજ કેટલાક લોકોનું કહેવું છે કે આ કોઈ ગંભીર સમસ્યાની શરૂઆત છે. તો કેટલાક લોકો એવા છે કે જેમને લાગે છે કે ઘૂંટણ ખરાબ થવાની આ પહેલી નિશાની છે. તેના કારણે તેમાંથી અવાજ આવે છે. આ સાથે કોઈ અન્યની સામે બેસીને, ઉઠવામાં, કે ચાલતી સમયે પણ ક્યારેક તમારા સાંધામાંથી અવાજ આવે છે તો તમે ચેતી જાઓ. આ તમારા જોઈન્ટ ખરાબ થવાનો સંકેત છે. તમે તેને ઈગ્નોર ન કરો પણ તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને તમારી હેબિટમાં પણ કેટલાક ફેરફાર લાવો.

ઉંમર કે જોઈન્ટમાં કાર્ટિલેજની ખામીથી પણ આવે છે અવાજ

જો કોઈ વ્યક્તિના ઘૂંટણમાંથી અવાજ આવે છે તો દર્દ કે સોજા પણ જોવા મળે છે. આ દર્દ સામાન્ય માનવામાં આવે છે. તેમજ જોઈન્ટના અંદર એક લિક્વિડ હોય છે જેને સાઈનોવિયલ ફ્લૂઈડના નામે ઓળખવામાં આવે છે. તેમાં ગેસ હોય છે. ઘૂંટણમાંથી આવતા અવાજ પાછળ વધતી ઉંમર પણ જવાબદાર રહે છે. તેમજ ખાસ કરીને ઉંમર વધે છે તો સાંધાના કાર્ટિલેજ સારી રીતે કામ કરતા નથી. ત્યારે અનેકવાર એવું બને છે કે ઘૂંટણમાં કોઈ પણ પ્રકારની ઈજા થાય છે તો તેની સીધી અસર કાર્ટિલેજ પર થાય છે, આ કારણે ઘૂંટણમાંથી અવાજ આવે છે.

કટ-કટ અવાજથી આ રીતે મેળવો રાહત

રોજ કરો કસરત

KASRAT

જો તમારા ઘૂંટણમાંથી અવાજ આવી રહ્યો છે તો તેનાથી મુક્તિ મેળવવા માટે રોજ કસરત કરો. આનાથી તમને થોડી રાહત મળશે.

ડાયટ અને લાઈફસ્ટાઈલનું રાખો ધ્યાન

DAYT

સારા ડાયટ અને લાઈફસ્ટાઈલના કારણે જિંદગી સુધરે છે અને તેમાં કોઈ ભૂલ થાય છે તો તેની સીધી અસર હેલ્થ પર પણ થાય છે.

ડાયટમાં પોષણનો રાખો ખ્યાલ

POSAK

જ્યારે તમારા હાડકામાંથી અવાજ આવે છે, તો તમારે ભોજનમાં વધારેને વધારે વિટામિન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, હેલ્ધી ફેટવાળા ફળ, શાક ખાવા જોઈએ. આ સાથે દૂધ અને દહીં પણ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. તેનાથી તમારા હાડકા મજબૂત બને છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.