શારદીય નવરાત્રિની મહાનવમીના બીજા દિવસે એટલે કે દશમી પર દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. ત્યારે હિન્દુ ધર્મમાં વિજ્યાદશમીના તહેવારનું ખુબ મહત્વ છે. તેમજ આ દિવસે ભગવાન રામની પુજા કરવામાં આવે છે અને રાવણ દહન કરવામાં આવે છે.
દશેરા પર દીવા
ઘણા લોકો દશેરા પર દીવા પ્રગટાવે છે. તેમજ શાસ્ત્રોમાં દશેરા પર દીવા પ્રગટાવવાના નિયમ વિશે વિગતવાર માહિતી અપાઈ છે.
દશેરા પર કયા સમયે, કઈ રીતે અને કેટલા દીવા પ્રગટાવવા જોઈએ.
કેટલા દીવા પ્રગટાવવા?
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દશેરા પર તમામ દિશાઓમાં દીવા પ્રગટાવવા જોઈએ. તેમજ તેના માટે તમારે 10 દીવા પ્રગટાવી શકો છો. તેમજ આ દીવા માટે તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકે છે. તેના સિવાય હિન્દુ ધર્મના પુજનીય છોડ તુલસી, પીપળો, શમી, બરગદ અને કેળા માટે 5 દિવા પ્રગટાવો. આ ઉપરાંત દશેરા પર પ્રભુ રામની પુજા કરવામાં આવે છે. અને તેના માટે તમારે એક ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ.
કઈ દિશામાં રાખવો જોઈએ દીવો?
જ્યોતિષ શાસ્ત્રી અનુસાર દશેરા પર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ સિવાય પૂર્વ-ઉત્તર (ઈશાન કોણ), દક્ષિણ પૂર્વ (અગ્નિ કોણ), પશ્ચિમ ઉત્તર (વાયવ્ય કોણ), દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય કોણ), ઉર્ધ્વ (ઉપરની બાજુ) દિશામાં દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે.
કયા સમયે દીવા પ્રગટાવવા જોઈએ દીવા?
દશેરા પર દીવા પ્રગટાવવાનો સમય ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. પ્રભુ રામ માટચે તમે સવારે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો. તેના સિવાય બાકી દીવા તમે સાંજના સમયે પ્રગટાવી શકો છો. આ ઉપરાંત દિવા કરવા માટે સાંજનો સમય શુભ માનવામાં આવે છે.