Rajkot : 150 ફૂટ રિંગ રોડ પર સતત ટ્રાફિક વધતો હોવાથી મહાનગરપાલિક  દ્વારા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે વેસ્ટ ઝોનમાં એક સાથે 9 નવા બ્રિજ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કાલાવડ રોડ પર આવેલા કટારિયા ચોકડી પાસે રૂ. 150 કરોડના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રિજ બનવા જઈ રહ્યો છે. તેમજ અઢી વર્ષ જેટલા સમયમાં આ બ્રિજ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વેસ્ટ ઝોનના વોર્ડ નં. 11માં નવા રિંગ રોડ પર રૂ. 42.26 કરોડના ખર્ચે અલગ અલગ 3 બ્રિજ, રંગોલી પાર્ક નજીક રૂ. 7.20 કરોડના ખર્ચે 2 બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે રૂ. 5.53 કરોડના ખર્ચે 1 બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સીટી વચ્ચે નાલા પર રૂ. 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે.

ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ :

PUL2

રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન કચેરીના એન્જીનિયરે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 3 દિવસ દરમિયાન શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ 9 સ્થળોએ બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. તેમજ શહેરના વોર્ડ નં.11માં કટારિયા ચોકડી ખાતે રૂ. 150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. આ દરમિયાન ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી 30 મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરૂ થશે. આ સાથે થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર યુ ટર્ન લઇ કાલાવડ રોડ અને સેકન્ડ રિંગ રોડ તરફ જઇ શકાશે.’

રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાઈ :

PUL 1

આ ઉપરાંત અન્ડર બ્રિજમાંથી નવા રિંગ રોડ તરફ જઇ શકાશે. જ્યારે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ તરફ જઇ શકશે. તેમજ ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટરની રહેશે. જ્યારે સેન્ટ્રલ સ્પામ 160 મીટરનો રહેશે. આ સાથે ફ્લાય ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થઈ કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે. આ અન્ડર બ્રિજની લંબાઇ 600 મીટરની રહેશે અને પહોળાઇ 18 મીટરની રહેશે. તેમજ અન્ડરબ્રિજ રંગોલી પાર્ક આવાસ યોજના નજીક હયાત નાળા પાસેથી શરૂ થશે અને 80 મીટર ટીપીના રોડ પર પૂરો થશે. શહેરના આ પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. કટારીયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પડાયા હતા. વેસ્ટ ઝોનમાં એક સાથે 9 બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 800 મીટર લંબાઈનો ઓવરબ્રિજ બનશે. તેમજ નવા રિંગ રોડ પર અન્ડરપાસની લંબાઈ 600 મીટર રહેશે. ટીપીના રોડ પર 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ નિર્માણ પામશે.

PUL 3

હાલ ટ્રાફિકની સમસ્યા રાજકોટના પ્રાણ પ્રશ્ન સમાન બની ગઈ છે ત્યારે તેને નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.