• શમી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં વાપસી કરે તેવી શક્યતા: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી માટે શમીને વધુ સમય અપાયો

બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન છે જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે, જ્યારે જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ પગલાથી સંકેત મળે છે કે બુમરાહને રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેને ટીમમાં સ્થાન મળ્યું નથી, શમી પગની ઘૂંટીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના માટે તેણે આ વર્ષની શરૂઆતમાં સર્જરી કરાવી હતી. તે ઈજાના કારણે 2023 વનડે વર્લ્ડ કપ ફાઈનલથી મેદાનની બહાર છે. ફાસ્ટ બોલર યશ દયાલ ઈજાના કારણે બહાર છે. તે બાંગ્લાદેશ સિરીઝ માટે ભારતીય ટીમમાં હતો. ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે મેન્સ વર્લ્ડ કપની ફાઈનલથી બહાર રહેલો શમી પસંદગી માટે હજુ અનુપલબ્ધ છે. વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ તેણે સર્જરી કરાવી હતી અને ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગવાસ્કર સિરીઝમાં વાપસી કરવાનો લક્ષ્યાંક છે. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે દાવેદારી સાથે ટીમ સ્પિન પર ખૂબ જ નિર્ભર છે. પસંદગીકારોએ બેકઅપ ઓપનર પસંદ કર્યા નથી,.શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ ચાલુ રાખે તેવી શક્યતા છે, જ્યારે રિષભ પંત અને ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ વિકલ્પો છે.

ડીએસપી મોહમ્મદ સિરાઝ! તેલંગણા પોલીસમાં પદ સંભાળ્યું

ભારતીય ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)નું પદ સંભાળી લીધું હતું. તેલંગાણા પોલીસે સિરાજને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પરંતુ પછી તેને ડીલીટ પણ નાખી હતી. હોદ્દો સંભાળ્યા બાદ સિરાજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સિરાજે ઘણાં સમયે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આ કારણથી જ તેને આ પદ આપવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.