• ટોક શોમાં સ્થાનિક ઉદ્યોગકારોએ પણ લીધો ભાગ
  • સરકારની વિવિધ પોલિસીઓ, માલ-સામાન એક્સપોર્ટ વગેરે મુદ્દાઓ પર સંવાદ થયો

ગીર સોમનાથ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા, પ્રતિજ્ઞા વાંચન તેમજ લખપતિ દીદી યોજના સેમિનાર, સોશિયલ ડિજિટલ મીડિયા ઝુંબેશ, યુવા વર્ગની સહભાગીતા, શાળા /કોલેજમાં નિબંધ સ્પર્ધા, ટોક શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવયુ હતું.આ ટોક શોમાં સ્થાનિક ઉદ્યોગકારોએ પણ ભાગ લીધો હતો. જેમણે પોતાની કંપનીઓ વિશે પ્રાથમિક માહિતી આપી અને સરકારનું ઉદ્યોગલક્ષી હકારાત્મક વલણ, ઉદ્યોગ અંગે વિવિધ પોલિસી વગેરે બાબતે સંવાદ સાધ્યો હતો.

ત્યારે કાર્યક્રમ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સોમનાથ બાયપાસ ખાતે સતનામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉદ્યોગકારો સાથે ટોક શો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સફળ યુવા ઉદ્યોગકાર અને પ્રિમિટીવ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધર્મેશભાઇ વાઢેર સાથે ઉદ્યોગકાર તરીકેની તેમની સફર, મુશ્કેલીઓ અને સરકારના મદદલક્ષી હકારાત્મક પાસાઓ થકી ઉદ્યોગને સફળ કેમ બનાવવો એ વિશે પ્રેરણાત્મક વિવરણ આપવામાં આવ્યું હતું.

આ સાથે આ ટોક શોમાં સ્થાનિક ઉદ્યોગકારોએ પણ ભાગ લીધો હતો. જેમણે પોતાની કંપનીઓ વિશે પ્રાથમિક માહિતી આપી અને સરકારનું ઉદ્યોગલક્ષી હકારાત્મક વલણ, ઉદ્યોગ અંગે વિવિધ પોલિસી વગેરે બાબતે સંવાદ સાધ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.