• રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલ વ્યાસ દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું
  • તમામ બંધુઓએ પાંચ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી
  • મોટી સંખ્યામાં રક્તદાન કરીને માનવતાની સેવા કરવામાં પોતાનું યોગદાન આપ્યું

સાવરકુંડલા: શક્તિ નવરાત્રિ મહોત્સવ દરમિયાન સાવરકુંડલા બ્રહ્મ સમાજે ધનવંત અને દેશભક્ત ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલ વ્યાસ દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું હતું. તેમજ સાથે સાથે તમામ બંધુઓએ પાંચ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ બ્રહ્મ સેનાના સભ્યો અને બ્રહ્મ બંધુઓએ મોટી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાની સેવા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.આ સમગ્ર મહોત્સવ બ્રહ્મસેનાના પ્રમુખ કિરીટ મહેતા, માર્ગદર્શક ચિરાગ આચાર્ય તથા સમગ્ર ટીમને આ ઉત્સવને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવી રહ્યા છે.

જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શક્તિ નવરાત્રિ મહોત્સવ દરમિયાન સાવરકુંડલા બ્રહ્મ સમાજે દેશના ધનવંત અને દેશભક્ત ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલ વ્યાસ દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે તમામ બંધુઓ દ્વારા પાંચ મિનિટનું મૌન પાળી સાચી શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ બ્રહ્મ સેનાના સભ્યો અને બ્રહ્મ બંધુઓએ મોટી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાની સેવા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

ત્યારે આ નવરાત્રી મહોત્સવ છેલ્લા 13 વર્ષથી સતત આયોજિત કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન અનેક વિધ સેવા કાર્યો કરવામાં આવે છે. આ નવરાત્રિના પ્રથમ નોરતે મુખ્ય દાતા દુષ્યંત ત્રિવેદી (એડવોકેટ) પરિવાર સાથે માતાજીની આરતી-પૂજા કરીને મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ સાથે સમગ્ર મહોત્સવ બ્રહ્મસેનાના પ્રમુખ કિરીટ મહેતા, માર્ગદર્શક ચિરાગ આચાર્ય અને પ્રોજેક્ટ કન્વીનર વિશ્વાસ ભાઈ દવે તથા ઉપપ્રમુખ પુનીત જોષી, મંત્રી મનીષ દવે તથા સમગ્ર ટીમને આ ઉત્સવને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે આ રક્તદાન કેમ્પ દ્વારા સાવરકુંડલા બ્રહ્મ સમાજે સમાજસેવાના ભાગરૂપે રતન ટાટાજી જેવા મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.