• 51 હજાર દીવડાથી આદિયોગીની આકૃતિનું નિર્માણ કરાયું 
  • હજારો દીવડાઓ થકી ‘આદિયોગી‘ની અલૌકિક આકૃતિ નું નિર્માણ કરાયું 
  • સૌ માઈભક્તો અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માં અંબાની મહાઆરતી કરી
  • મહાઆરતીમાં BCCIના સેક્રેટરી જય શાહ,સાંસદ મયંક નાયક,MLA રિટા પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં

ગાંધીનગરમાં કેસરિયા ગરબામાં 51 હજાર દીવડાથી આદિયોગીની આકૃતિનું નિર્માણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં હજારો દીવડાઓ થકી ‘આદિયોગી‘ની અલૌકિક આકૃતિ નું નિર્માણ કરાયું હતું. આ સાથે સૌ માઈભક્તો અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માં અંબાની મહાઆરતી કરી હતી. તેમજ મહાઆરતીમાં BCCIના સેક્રેટરી જય શાહ,સાંસદ મયંક નાયક,MLA રિટા પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં દર વર્ષની જેમ આઠમા નોરતે 51,000 દીવડાની ભવ્યાતિભવ્ય મહાઆરતી યોજાઇ હતી જેમાં હજારો દીવડાઓ થકી ‘આદિયોગી‘ની અલૌકિક આકૃતિ નું નિર્માણ કરાયું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માઈભક્તો અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માં અંબાની મહાઆરતીમાં સમ્મિલિત થયા હતાં.

ત્યારે ગોલ્ડન ચીયર્સ ઓર્કેસ્ટ્રા દ્વારા મંત્રમુગ્ધ કરતી આરતીની પ્રસ્તુતિ કરાઈ હતી. આ તકે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ‘આદિયોગી‘ની દીવડાઓ દ્વારા નિર્મિત પ્રતિકૃતિ સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે આ અદભૂત અને અલૌકિક ક્ષણને વધાવી હતી. ત્યારે આ તકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નામિત અધ્યક્ષ અને BCCI સેક્રેટરી જય શાહ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.