બાગાયતી પાકોમાં ઇઝરાયલી કૃષિ ટેકનીકથી ‘મબલખ’ફાયદો મેળવતા ખેડુતો
પારંપરિકના સ્થાને ઇઝરાયલી ટેકનોલોજી સાથે શાકભાજી ફળ ફૂલોની ખેતી મારફત ગુજરાતના ખેડુતોએ તેમની આવક ૩ વર્ષમાં બમણી વધારવામાં સફળતા મેળવી છે આ સફળતાને ઘ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બાગાયતી પાકો માટે છેલ્લા ૩ વર્ષમાં ઇઝરાયલી કંપનીઓ સાથે સંખ્યાબંધ એમ.ઓ.યુ. કર્યા છે. તે પૈકી જુદા જુદા પાકોમાં ર૭ સેન્ટર પર સરેરાશ ૨૫૦-૩૦૦ કરોડના કરાર થયા છે. જેમાંથી ૫૦ ટકામાં કામ સંપન્ન થઇ ચુકયું છે.બાગાયત પાકોના ઉત્પાદન ઉત્પાદકતાને વેગ આપવા તેમજ જંગી કમાણી માટે ખેડુતો ઇઝરાયલ ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરતા થયા છે. નવી ટેકનોલોજી દ્વારા ખેડુતોની આવક પણ છેલ્લા ૩ વર્ષમાં બમણી થઇ હોવાનો દાવો કરાયો છે.ઇઝરાયલી ટેકનોલોજીથી ખેતી કરીને ખેડુતો સમય કરતા વહેલો પાક લઇ શકવા સાથે વધુ ઉત્પાદકતા, નુકશાનનું પ્રમાણ સાવ નહીંવત અને જંતુનાશક દવા તથા અન્ય ખર્ચામાં પણ બચત થાય છે.
ઇઝરાયલ ટેકનોલોજીથી ખેતી એટલે પ્લગ નર્સરી દ્વારા ક્રોપનું સીડસ તૈયાર થાય છે. જેમાં ટમેટા, મરચા, રીંગણા, કારેલા, કલર કેપ્સિકમ, કોબી, ફલાવર, તરબૂચ વિગેરે પાકોના ‘ધરૂ’ તૈયાર કરી આપવામાં આવે છે.
ઇઝરાયલી ટેકનોલોજી સાથે સાથે
* ઇઝરાયલી ટેકનોલોજી દ્વારા હોર્ટિકલ્ચરમાં ખેડુતોની આવક ૩ વર્ષમાં બમણી થઇ
* શાકભાજી સાથે ફળ-ફૂલોની ખેતી
* ગુજરાત સરકારે ઇઝરાયેલની કંપનીઓ સાથે એમ.ઓ.યુ. કર્યા છે.
* ૧૭મીએ ઇઝરાયલના પી.એમ. બેન્જમીન નેતન્યાહુ તથા નરેન્દ્ર મોદી પ્રાંતિજ ખાતે સેન્ટર ઓફ એકસેલેન્સ ફોર પ્રોટેકટેડ કલ્ટીવેશન એન્ડ પ્રિસિઝન ફાર્મિગ ઓન વેજીટેબલ્સ સેન્ટરની મુલાકાત લેશે.
નેતન્યાહૂ સાથે ૧૩૦ વેપારીઓ ભારત આવશે
ઇઝરાયલના પી.એમ. બેન્જમીન નેતન્યાહૂ રવિવારથી ૬ દિવસની ભારત યાત્રાએ આવી રહ્યા છે.
ત્યારે તેમની સાથે ૧૩૦ બિઝનેસમેનોનું વિશાળ ડેલીગેશન પણ આવી રહ્યું છે. તેનાથી ભારત-ઇઝરાયલના વ્યાપારિક સંબંધો ગાઢ બનશે. દરમિયાન ભારત અને ઇઝરાયેલા બિઝનેશમેનો વચ્ચે અને ભારતના વેપાર મંત્રાલયના અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક થશે. એમ.ઓ.યુ. થશે.
ટૂંકમાં ઇઝરાયલી વેપારી મંડળના ભારત આગમનથી દ્વિપક્ષી ફાયદો જોવાઇ રહ્યો છે. વેપાર ઉપરાંત રાજકીય અને સાંસ્કૃતિક બાબતો પર પણ મંત્રણા થશે.
આ સિવાય તારીખ ૧૮ના રોજ બેન્જમીન મુંબઇ પણ જવાના છે તેઓ બોલીવૂડ સ્ટાર્સ અને બોલીવૂડના માંધાતાઓને મુલાકાત આપશે.