• મોબાઈલમાં આવતી જાહેરાતોથી લોકોને ભારે હાલાકી
  • YouTube અને Facebook પર જાહેરાતો બંધ કરવાનો વિકલ્પ છે
  • તમારા મોબાઈલમાં સેટિંગ કરી જાહેરાતો કરી શકો છો બ્લોક

ગેમ રમતી વખતે, તમારે દરેક સ્તરમાં થોડીક સેકન્ડ માટે જાહેરાતો જોવી પડે છે, ભલે તમે ઇચ્છતા ન હોવ તો પણ જાહેરાત જોવી પડે છે. સામાન્ય રીતે દરેકને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવા માટે જાણો ટ્રિક.

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક છે કે તમને થોડો ગુસ્સો આવશે. તેમજ બીજી તરફ, ગેમ રમતી વખતે, તમારે દરેક સ્તરમાં થોડીક સેકન્ડ માટે જાહેરાતો જોવી પડે છે, ભલે તમે ઇચ્છતા ન હોવ. ત્યારે સામાન્ય રીતે દરેકને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવા માટે, એક ટ્રિક જાણો, જેની મદદથી તમે આવી જાહેરાતોથી છુટકારો મેળવી શકશો.

આજે લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમાં એવી ઘણી વિશેષતાઓ છે જે આપણું કામ સરળ બનાવે છે, પરંતુ રાહતની આ વસ્તુ કેટલીકવાર મુશ્કેલી લાવે છે. આમાંથી એક સ્માર્ટફોન પર વારંવાર આવતી જાહેરાતો છે. ત્યારે ઘણીવાર આ સમસ્યા તમારી સાથે પણ થઈ શકે છે. જો તમે ઈચ્છો છો કે આવી જાહેરાત તમારા ફોન પર ન દેખાય, તો તમે આ અજમાવીને આવી જાહેરાતોથી બચી શકો છો.

ફોલો કરો આ ટ્રિક

-આ માટે સૌથી પહેલા તમારે ફોનના સેટિંગમાં જવું પડશે અને ત્યાર બાદ તમારે ગૂગલ પર ટેપ કરવાનું રહેશે.

-ત્યારબાદ તમારે Manage your google account પર ક્લિક કરવાનું રહેશે.

-આ પછી તમે આ વિકલ્પ પર ટેપ કરો કે તરત જ તમને Data & Privacy નો વિકલ્પ મળશે.

-ત્યારબાદ જ્યારે તમે થોડું નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને ‘Personalized Ads’ મળશે. ત્યારે આની નીચે તમે જોઈ શકશો કે તમારી કઈ પ્રવૃત્તિઓ ટ્રેક થઈ રહી છે, જેના કારણે તમને જાહેરાતો દેખાવા લાગે છે.

-Personalized Ads ની નીચે તમને ‘My Ad Center’નો વિકલ્પ પણ આપવામાં આવશે. તેના પર ટેપ કરતાની સાથે જ તમારી સામે પર્સનલાઇઝ્ડ એડનું ટોગલ ખુલશે, જેને તમારે બંધ કરવું પડશે.

-હવે તમારે Settings માં જઈને ગૂગલ પર ટેપ કરવાનું રહેશે. પછી Delete Advertising ID પર ટેપ કરો અને તેને ડિલીટ કરો. ત્યારબાદ તમને ફોન પર કોઈપણ પ્રકારની જાહેરાત દેખાશે નહીં.

-જો તમે ઇચ્છો તો, Chrome ને બદલે અન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરો. એવા ઘણા બ્રાઉઝર છે કે જેમાં જાહેરાતોની સમસ્યા નથી. તમને આ બ્રાઉઝર્સમાં ઘણી વધુ સુવિધાઓ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.