• સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા વહીવટી તંત્ર કટિબદ્ધ
  • વહીવટી તંત્ર દ્વારા અલ્પાબેનને વ્હાલી દીકરી યોજનાનો અપાયો લાભ
  • આ યોજનાનો લાભ આપવા બદલ સરકારનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો

ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સુચારૂ આયોજન હેઠળ સમગ્ર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા વહીવટી તંત્ર કટિબદ્ધ છે ત્યારે છાત્રોડાના રહેવાસી અલ્પાબહેન આશિષગીરી અપારનાથીને સરકારની વ્હાલી દીકરી યોજનાનો લાભ મળ્યો હતો.

જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા અલ્પાબેનને વ્હાલી દીકરી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. જેથી અલ્પાબેને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘મને વ્હાલી દીકરી યોજનાની જાણકારી મળી અને મેં ફોર્મ ભર્યું હતું. મહિલા બાળ વિકાસ કચેરી મને મદદરૂપ થઈ હતી. હવે મારી દીકરી કાવ્યા પહેલા ધોરણમાં આવશે એટલે એને 4000, નવમાં ધોરણમાં પ્રવેશ સમયે 6000 અને અઢાર વર્ષની થશે એટલે એક લાખ રૂપિયા મળશે. આમ કહી અલ્પાબેને કુલ 1,10,000ની કુલ સહાય મળશે. એ બદલ તેમજ આ યોજનાનો લાભ આપવા બદલ સરકારનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.