Ambaji : બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભકતોની ભારે ભીડ ઉમટી છે, ત્યારે આઠમના દિવસે વહેલી સવારથી ભકતો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યાં હતા. આ સાથે સાથે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, તેમજ મંદિર પરિસર પણ જયઅંબેના નાદથી ગુંજી ઉઠયું હતું. ત્યારે આઠમને લઈ અંબાજી મંદિરમા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ambaji 1 1

આ ઉપરાંત આઠમના દિવસે માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી હતી. તેમજ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અહી આસો સુદ બીજથી આઠમ સુધી બે મંગળા આરતી કરવામાં આવે છે. આઠમની મંગળા આરતીમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તેમજ સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરતીમાં ભક્તો ઉમટ્યા હતા. આ સાથે સાથે રાજવી પરિવાર પણ આઠમ નિમિતે હવનમાં જોડાયા હતા. આ ઉપરાંત 3 ઓકટોબરના રોજ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન થવાથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ તારીખ 18 ઓક્ટોબરથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે

વિજયા દશમીના દર્શન-આરતી

આસો સુદ આઠમ તારીખ 11 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, ઉત્થાપન-આસો સુદ આઠમ તારીખ 11 ઓક્ટોબર, શુક્રવારના સવારે 10:00 કલાકે, આસો સુદ 10 – વિજયા દશમી તારીખ 12 ઓક્ટોબરના સાંજે 05:00 કલાકે તેમજ દુધપૌઆનો ભોગ-તા. 16 ઓક્ટોબરના બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી થશે.

18 ઓક્ટોબર સુધી સમયમાં ફેરફાર

તેમજ આસો સુદ પૂનમ તા. 17 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, તા. 18 ઓક્ટોબરથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. જે વહીવટદાર અને અધિક કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા જણાવાયું છે.

આઠમ નિમિત્તે રાજવી પરિવાર પણ હવનમાં જોડાયા હતા

ambaji 3

અંબાજીમાં આઠમના દિવસે હવન પણ યોજવામાં આવે છે, ત્યારે અંબાજી ખાતે આઠમ નિમિત્તે રાજવી પરિવાર પણ હવનમાં જોડાયા હતા. આ ઉપરાંત આઠમના હવનનો લાભ લેવા માટે પણ ભક્તો બહોળી સંખ્યામાં અંબાજી પહોંચ્યા હતા. ત્યારે આઠમના દિવસે રાજ્યભરમાંથી માઇ મંદિરોમાં વિશેષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.