• 70 ગામમાં ભાનુશાલી સમાજના મોથાળા ગામે આવે છે નવરાત્રી જોવા માટે
  • મહિલાઓ રાસ સાથે બોલે છે છંદો
  • સેતર બાવા દાદાનું મંદિર 400 થી 450 વર્ષ જૂનું મંદિર
  • મોથાળા ભાનુશાલી મિત્ર મંડળની સ્થાપના આજથી 45 વર્ષ પહેલા કરવામાં આવી
  • ગામવાસીઓ દર વર્ષે અહીં ઉમંગભેર આવીને નવરાત્રી મહોત્સવની માણે છે મોજ

અબડાસા તાલુકાના મોથાળા ખાતે આવેલ સેતર બાવા દાદાનું મંદિર 400 થી 450 વર્ષ જૂનું મંદિર છે આ મંદિરની બાજુમાં મોથાળા ભાનુશાલી મહાજનનું ચાંચર ચોક આવેલ છે. મોથાળા ભાનુશાલી મિત્ર મંડળની સ્થાપના આજથી 45 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અને ત્યારથી જ અહીં નવરાત્રી મહોત્સવ ઉજવાય છે શરૂઆતના દિવસોમાં જ્યારે આજ જેવી સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે પણ અહીં પરંપરાગત રીતે કંડીલની લાઇટના સથવારે ગામના વડીલો દ્વારા તબલાના તાલે તથા કચ્છી ઢોલ ઉપર રાસની રમઝટ બોલાવવામાં આવતી હતી.

હમણાં તો કચ્છ ગુજરાતના નામાંકિત કલાકારો અહીં આવતા હોય છે પણ તે સમયે વડીલોના મધુર કંઠે છંદો બોલાતા તેમજ ગામની કન્યાઓ રાસ રમતા રમતા છંદો બોલતી અને રાસ પણ રમતી હતી. મોથાળા ગામની નવરાત્રી આજે પણ પરંપરાગત રીતે દેશી તાલે ઉજવાય છે માટે મુંબઈ ગુજરાત વગેરે સ્થળોથી ગામવાસીઓ દર વર્ષે અહીં ઉમંગભેર આવીને નવરાત્રી મહોત્સવની મોજ માણે છે. કચ્છના  લગભગ 70 ગામમાં ભાનુશાલી સમાજના મોથાળા ગામે નવરાત્રી જોવા માટે આવે છે. ત્યારે મોથાળા ગામમાં શહેરની જેમ ડિસ્કો ડાન્સ દાંડિયા નહીં પણ સાચા અર્થે માં જગદંબાની આરાધના કરવામાં આવે છે આ વર્ષે પણ લગભગ 200 થી 250 જેટલા પરદેશ વસેલા ગામવાસીઓ અહીં માતાજીના નવલા નોરતાની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે કચ્છના  લગભગ 70 ગામમાં ભાનુશાલી સમાજના મોથાળા ગામે નવરાત્રી જોવા માટે આવે છે.

રમેશ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.