ચોટીલાની દેરાસર શેરીમાં આવેલ વર્ષો પ્રાચિન સિકોતર માતાના મઢ માં માઇ ભકતો દ્વારા 70 વર્ષથી પુરૂષોના બેઠા ગરબા ધુનનું સુંદર આયોજન નવરાત્રિમાં થાય છે. ચોટીલા ની દેરાસર શેરી માં વર્ષો જુનો સિકોતર માતા નો મઢ છે. આ મઢ ખાતે છેલ્લાં 70 વર્ષ થી પુરૂષો દ્વારા માતાજી ના સાનિંધ્ય માં બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. સંગીતના સથવારે પુરૂષ ભક્તો દ્વારા એકદમ ભાવભેર‌ માતાજીની‌ ભક્તિમાં મશગુલ બની પ્રાચિન ગરબા, ધુન બોલાવવામાં આવે છે.

જ્રમાં ચોટીલાના અનેક માઇભક્તો રણજીત ધાધલ, વિનુ ધાધલ, ટપુ ભગત, ચંદ્રદીપ જેબલીયા, ચંદ્રકાંત ભલાણી, નિકુંજ ભલાણી, જકા ખાચર, નવીન ગોયાણી, જટુભા ઝાલા અને મિલન ભાઈ પરમાર વર્ષો થી દર વર્ષે નવરાત્રિ ના નવ દિવસ સુધી સિકોતર મઢ માં રાત ના સમયે ધુન ગરબા ની રમઝટ બોલાવતાં હોય ત્યારે અનેક માઇભક્તો પણ આ લહાવો લેવા ઉમટતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.