• ડ્રેગન ફ્રૂટ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે
  • ડ્રેગન ફ્રૂટનું સાયન્ટિફિક નેમ હિલોસેરસ અંડસ
  • ડ્રેગન ફ્રૂટનુ સેવન કરવાથી તમારું આરોગ્ય રહેશે સારું

ડ્રેગન ફ્રૂટ જોવામાં કમળ જેવુ દેખાય છે, આ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે અને માર્કેટમાં તેની કિંમત સામાન્ય ફળોની સરખામણીએ થોડી વધારે છે.

ડ્રેગન ફ્રૂટના વિશેષ ફાયદા

dregan

ડ્રેગન ફ્રૂટનું સાયન્ટિફિક નેમ હિલોસેરસ અંડસ છે. જેને ભારતમાં “કમલમ”ના નામથી પણ ઓળખવામાં આવે છે. આનું વાવેતર મુખ્ય રીતે લેટિન અમેરિકાના દેશોમાં થાય છે અને ત્યાંથી ભારતમાં પણ ડ્રેગન ફ્રૂટની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ડ્રેગન ફ્રૂટ બે પ્રકારના હોય છે, એક સફેદ અને બીજુ લાલ. જેમાં ફેનોલિક એસિડ, એન્ટીઑક્સિડેન્ટ, ફ્લેવોનોઇડ, એસ્કૉર્બિક એસિડ અને ફાઈબર જેવા ન્યુટ્રીએન્ટ્સ હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધશે

rog 1

કોરોનાના આ સમયગાળામાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે હંમેશા ભાર આપવામાં આવે છે. તેમજ ડ્રેગન ફ્રૂટમાં એન્ટીઑક્સિડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જેનાથી સંક્રમણનુ જોખમ પણ ઘટી જાય છે.

દાંતને બનાવો મજબૂત

teeth 1

જો તમને દાંતમાં દુ:ખાવો રહે છે અથવા નબળા પડી ગયા છે તો તમે ડ્રેગન ફ્રૂટનુ સેવન આવશ્ય કરો. તેમજ તેમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસ જેવા મહત્વના ન્યુટ્રીએન્ટસ હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે.

ડાયાબિટીસમાં મદદરૂપ

dayabitis 1

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ડ્રેગન ફ્રૂટ તમારા માટે વિશેષ ઔષધિ છે. આ ઉપરાંત ડાયાબિટીસનો કોઈ કાયમી ઈલાજ નથી. પરંતુ કમલમ ખાવાથી બ્લડ સુગર  લેવલ નિયંત્રણમાં રહે છે.

વાળ રહેશે હેલ્ધી

hair 1

ડ્રેગન ફ્રૂટમાં રહેલા ન્યુટ્રીએન્ટ્સ વાળ અને સ્કિનના આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમજ  કમલમમાં રહેલા ફેટી એસિડ વાળને હેલ્ધી રાખે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.