ગરબા ક્વિન અને ગાયક કલાકાર કિંજલ દવે ખૂબ જાણીતી છે. નવરાત્રીમાં ટ્રેડિશનલ ચણિયા-ચોલી લૂકમાં કિંજલ દવેએ ધૂમ મચાવી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ચણિયા-ચોલી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ બ્લેક-રેડ કલરનો ચણિયો અને બ્લેક બ્લાઉઝ પહેર્યું છે. તેણે હેન્ડવર્ક કરેલ ટ્રેડિશનલ ચણિયા-ચોલી પહેરી છે. આ આઉટફિટ લૂકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.