પ્રાપ્ત વિગત અનુસાર વાપી ડીઆરઆઈને બાતમી મળી હતી કે, વાપીથી ઉમરગામ વચ્ચે કોઈક સ્થળે એમડી બનાવાઈ રહ્યું છે, જેના આધારે જીઆઇડીસીની સૌરભ ક્રિએશન કંપનીમાં સર્ચ કરતાં 17.330 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. લેબ પરીક્ષણમાં પણ તે મેફેડ્રોન હોવાનું સામે આવતા જપ્ત કરાયું હતું. બોલપેન બનાવવાની આડમાં હાલમાં જ શરૂ કરાયેલી આ કંપનીમાં અધિકારીઓના ધ્યાને આવ્યું કે કલ્પેશ ડોડિયા અને વિક્રાંત પટેલ અને અજય મહંતોએ ડ્રમ, ક્ધટેનર, મશીનરી ખડકી દીધી હતી. આરોપી કલ્પેશે કબૂલ્યું કે આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ છે. ઉપરાંત પોતે વિક્રાંત પટેલ માટે કામ કરે છે જે મુખ્ય સૂત્રધાર છે. અજય મહતો મદદગાર છે, જે ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરે છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરાતા 3 દિવસના રિમાન્ડ અપાયા હતા. રિમાન્ડ દરમિયાન મોટું નેટવર્ક ખૂલી શકે છે.કોર્ટમાં આરોપીઓને લઈ જઈને એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. એનડીપીએસ એક્ટની કલમ 66 મુજબ નિવેદન લેવામાં આવ્યા, જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ મેફેડ્રોન બનાવે છે. કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડમાં આરોપીઓ રો-મટિરિયલ ક્યાંથી લાવ્યા, આ વેપલો ક્યારથી ચાલે છે, મટિરિયલ કોને વેચતા હતા, કંપની કોના નામે ચાલી રહી છે જેવી બાબતનો ખુલાસો કરવામાં આવશે.

રો મટીરીયલ ક્યાંથી લાવ્યા? સપ્લાય નેટવર્ક ક્યાં સુધી?

ડીઆરઆઈએ ત્રણેય નશાના સોદાગરોની ધરપકડ કર્યા બાદ હવે આ નેટવર્ક અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રગ્સના ઉત્પાદન માટે રો મટીરીયલ ક્યાંથી આવ્યું હતું? ડ્રગ્સનું ઉત્પાદન કરીને વેચાણ ક્યાં કરવામાં આવતું હતું? નેટવર્ક ક્યાં સુધી પથરાયેલું છે? આ તમામ દિશાઓમાં આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

કોણ છે નશાના સોદાગરો?

  • વિક્રાંત વિજય પટેલ ઉર્ફે વિકી (ઉંમર – 44 વર્ષ), મેસર્સ સૌરભ ક્રિએશનના સુપરવાઈઝર, રહે. દેહરી, કામરવાડ તા. ઉમરગામ,
  • કલ્પેશ પિતાંબરભાઈ ડોડીયા (ઉંમર – 45 વર્ષ), અ-9, નીલકંઠ રો હાઉસ ખાતે રહેતા, લીંક રોડ, નંદેલાવ, ભરૂચ, નિકોરા, અંકલેશ્વર.
  • અજય કુમાર મહતો (ઉંમર – 41 વર્ષ), રૂમ નં. ઞ-5 માં રહે છે. અમૃત ભાઈ બિલ્ડીંગ, ડાભેલ, દિવ્ય જ્યોતિ સ્કૂલ પાસે, દમણ કાયમી સરનામું: ગામ અને પોસ્ટ- રેવલા, જિલ્લો-ગયા, બિહાર.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.