• ચોમાસામાં આવતી  ચેરી ચોક્કસથી ખાવી જોઈએ
  • ચેરી ખાવાથી ગંભીર રોગો દૂર રહે છે
  • ચેરીમાં ભરપૂર પોષક તત્વો રહેલાં છે

ચેરી પીળા રંગથી લઈ લાલ સુધી એમ અલગ-અલગ શેડ્સમાં આવે છે. જેમાંથી લાલ ચેરીમાં સૌથી વધારે વિટામિન્સ હોય છે. તેમજ તેમાં વિટામિન A, B, C અને E સહિત કેટલાક મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. તેમજ ચેરી ખાવાથી વજન કંટ્રોલમાં રહેવાની સાથે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. જો તમે ચેરી ના ખાતાં હોવ તો એકવાર આ ફાયદા જાણી લો.

Cherries

આંખો માટે છે બેસ્ટ :

EYES 2

ચેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન A હોય છે. જે આંખો સંબંધી સમસ્યાઓ સામે રક્ષણ કરે છે. તેમજ મોતિયાથી બચવા રોજ ચેરી ખાવી જોઈએ.

યાદશક્તિ વધારે છે :

Improves memory

જે લોકોની યાદશક્તિ ઓછી છે અથવા તો વસ્તુઓ મૂકીને ભૂલી જાય છે તેમણે પણ ચેરીનું સેવન કરવું જોઈએ. તેમજ તેમાં રહેલાં ગુણો મગજને તેજ બનાવે છે.

અનિદ્રાથી છુટકારો :

ANINDRA

ચેરીમાં મેલાટોનિન હોય છે. જે અનિદ્રાની સમસ્યાથી રાહત અપાવે છે. તેમજ રોજ સવાર-સાંજ 1 ગ્લાસ ચેરીનો જ્યૂસ પીવાથી સારી ઉંઘ આવે છે.

હાડકાં મજબૂત બનાવે છે :

હાડકાં

ઘણાં લોકોને હાથ પગના હાડકાઓમાં દર્દ રહે છે અને શરીરમાં દુખાવો પણ થાય છે. ત્યારે આવી સમસ્યાઓમાં રોજ ચેરી ખાવાથી ફાયદો થાય છે.

કેન્સર :

કેન્સર

ચેરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં રોગો સામે લડવાની શક્તિ વધારે છે. આ સાથે જ તેમાં ફિનોનિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ કરે છે.

હાર્ટ માટે :

HEART 2

ચેરીમાં આયર્ન, ઝિંક, મેંગ્નીઝ, પોટેશિયલ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ સાથે જ તેમાં બીટા કેરોટીન પણ હોય છે. જે હાર્ટ સંબંધી બીમારીઓને દૂર રાખે છે.

બીપી, ડાયાબિટીસ, વેટ લોસ અને સ્કિન માટે બેસ્ટ :

LOSS 1

ચેરી શરીરમાં સોડિયમની માત્રા ઘટાડી દે છે. જેથી તેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ચેરી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સ્કિનમાં નિખાર લાવે છે અને ડેડ સેલ્સ હટાવે છે. તેમજ  વેટ લોસ કરતા લોકો માટે પણ ચેરી બેસ્ટ ફાયદાકારક છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.