- અહી પ્રાચીન ગરબાને અપાય છે વિશેષ મહત્વ
- સમસ્ત ખારવાસમાજ દ્રારા કરવામાં આવ્યા છે આયોજન
- દરરોજ અલગ અલગ સાસંકૃતિક,ધાર્મિક,સન્માન સહીતના યોજાય છે કાયઁક્રમ
શક્તિ અને ભક્તિનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે.શારદીય નવરાત્રીના ગીર સોમનાથ ના વેરાવળ ખાતે મગરા ચોકમા નવલા નોરતાની રમઝટ શરૂ થઈ ગઈ છે.અહીં પ્રાચીન ગરબાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. લાઇવ ઓર્કેસ્ટ્રા ના તાલે કલાકારોના સંગીતમય સુર સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે વેરાવળ ખાતે છેલ્લા 120 વર્ષોથી પ્રાચીન ગરીબીની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. ‘અહીં સર્વજ્ઞાતિ સમભાવ’ તમામ હિન્દુસમાજ માટે. વિનામુલ્ય પ્રવેશ આપવામા આવે છે . ઘણી ખરી જ્ઞાતિ અહીં વર્ષોથી વસવાટ કરે છે. આ ચોકમાં છેલ્લા 120 વર્ષો થી આસો નવરાત્રી દરમ્યાન માતાજીના રૂડા ગરબા લેવાય છે.નવ દિવસ સુધી બાળાઓ અહીં ગરબે ઘૂમે છે.પરંપરાગત પ્રાચીન ગરબી અહીં યોજવામાં આવે છે.નવરાત્રી અગાઉ 15 દિવસ પહેલા બાળાઓને સિનિયર બહેનો દ્વારા તાલીમ આપવામાં આવે છે.લય બદ્ધ શિસ્ત અને સંયમ સાથે અહીં મા ભગવતીની આરાધના કરવામાં આવે છે.
તેમજ તમામ ખેલૈયાઓ માટે રાસ ગરબા હરીફાઇનું આયોજન પણ કરવામાં આવે છે. શહેરમાં સર્વશ્રેષ્ઠ પ્રાચીન ગરબી જો કોઈ હોય તો તે આ ગરબી છે. અહીં પરંપરાગત રીતે ગરબી રમવામાં આવે છે.અને આજે પણ શિસ્ત બદ્ધ રીતે પ્રાચીન ગરીબીનું આયોજન થાય છે.તેનો શ્રેય આયોજકો પૂર્વ પાલીકા પ્રમુખ કિશોર કુહાડા તથા ખારવાસમાજ ના પટેલ જીતુભાઈ કુહાડાને આપે છે.વર્ષોથી તેઓ પોતે ગરીબીમાં રસ લઈને શારીરિક,આર્થિક અને માનસિક યોગદાન આપતા રહ્યા છે.અહીં ગરબી રમતી દરેક બાળાઓને સલામતીનો અહેસાસ થાય છે.સાથે પ્રાચીન ગરબી રમી માતાજીની ભક્તિ સાથે આનંદ પણ મળે છે.વર્તમાનમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ પ્રાચીન ગરબીને વિશેષ મહત્વ આપી રહી છે.જેથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની આગવી ઓળખ જળવાઈ રહે.
આ સાથે ગરબીચોકમા દરરોજ અલગ અલગ ધાર્મીક, સાસંકૃતિક, શસ્ત્રપૂજન, વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન, વિજેતા ખેલૈયાઓ ના સન્માન, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર, પત્રકારો સહીતનુ સન્માન કરી હોદાની ગરમી પણ જાળવામાં આવે છે .