શહેરના આગેવાનો વેપારી કાયદાના નિષ્ણાંતોએ સુચનો રજુ કરી ચર્ચા વિચારણા કરાઇ
આવનાર નાણાકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ માટે કેન્દ્ર તથા રાજય સરકારના અંદાજપત્રો રજુ થનાર છે ત્યારે અંદાજપત્રમાં વેપાર ઉઘોગના વિકાસને લગતા સુચનો કરવા પ્રણાલીકા મુજબ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના કાયદાકીય નિષ્ણાંત નામાંકીત ક્ધસ્લટન્ટ તથા ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે ગ્રેટર ચેમ્બરના પ્રમુખની આગેવાનીમાં તાજેતરમાં મીટીંગ મળી હતી આ મીટીંગ દરમ્યાન ખુબ જ બહોળી સંખ્યામાં જુદા જુદા એસો.નોના પદાધિકારીઓ તથા જાણીતા વકીલો અને ચાર્ટડ એકાઉન્ટન્ટો ઉ૫સ્થિત રહ્યા હતા.
મીટીંગમાં જીએસટી કાયદા અંગે જરુરી સુધારા વધારા બીલની પ્રથા લાગુ પડનાર હોય તેમાં જે અંતરની તથા કિંમતની મર્યાદા રાખી છે તે ઓછી છે. તેથી અંતરની મર્યાદા સમગ્ર રાજયમાં રહેવી ન જોઇએ. માત આંતરરાજય ટ્રાન્ઝેકશન કે જે રૂ. પ લાખથી વધારેની રકમનું હોય તેને જ ઇ-વે બીલ પ્રથા લાગુ પડવી જોઇએ.
આ ઉ૫રાંત રાજકોટ કોમર્શીયલ બાર એસો.ફના પ્રમુખ જતીનભાઇ ભટ્ટ દ્વારા રજુ કરવામાં આવેલા આ મુદ્દાઓ ઉ૫ર સર્વેએ ખાસ કરીને મધુભાઇ ખંધાર, ભૂતપૂર્વ પ્રમુખ પુજારાભાઇ તથા સીનીયર વકીલ જી.સી. દોમડીયા દ્વારા અન્ય મુદ્દાઓ પણ ચર્ચા માટે રજુ કરવામાં આવી હતી.
હાલમાં આવકવેરા કાયદામાં રહેલા કેટલીક બાબતોની ગંભીરતાપૂર્વક નોંધ લઇ સુધારો કરવા સુચના કરવામાં આવ્યા છે. તેમજ આવનાર બજેટમાં મઘ્યમ વર્ગના લોકોને રાહત મળે તે અંગે આવકવેરા મર્યાદા વધારી રૂ. પાંચ લાખ સુધી કરવા સીનીયર સીટીઝનને તેઓના કાર્યકાળ દરમ્યાન ભરેલ ઇન્કમટેકસ વેરાની કુલ રકમના વાર્ષિક ૬ ટકાના દરે થતી રકમ સીનીયર સીટીઝન પેન્શન રુપે આપવી જોઇએ. જેથી વ્યકિત તેની રપ વર્ષની ઉમરથી ૬૦ વર્ષની ઉમર સુધી વધુમાં વધુ વેરો ભરવા પ્રેરાઇ અને નિવૃતિના સમયમાં આજીવીકા અંગેની ચિંતાથી મૃકત થાય તેવું વાતાવરણ ઉભુ થશે.
જુદા જુદા મુદ્દાઓ રજુ થયા છે તેની નોંધ ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ સી.એ. રાજીવભાઇ દોશી દ્વારા કરવામાં આવી હતી. જેના પરથી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યું છે. અને કેન્દ્ર નાણામંત્રી અરુણ જેટલી તથા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતીનભાઇ પટેલ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.