• નવરાત્રી દિવસ અને એકમ થી દશેરા સુધી માતાજીના વિવિધ સ્વરુપોના ચિત્ર
  • ધાર્મિક તહેવારો વિશે યુવાનો-બાળકો માહિતગાર થાય અને જીવનમાં ઉતારે તેવા પ્રયાસો

હિંમતનગર ખાતે એક ભક્ત કે જે નવરાત્રીમાં નવ દિવસમા નવદુર્ગાના અવનવા ચિત્રો કંડારી ભક્તી કરે છે. જેમાં નવરાત્રી એકમથી દશેરા સુધી માતાજીના વિવિધ સ્વરુપોના ચિત્ર દોરે છે અને નવદુર્ગાના નામ સાથે સ્વરૂપો દર્શાવે છે અને જે પણ ચિત્ર દોર્યુ હોય તેને લગતી માહિતી અને સુવિચાર પણ લખે છે. જેના કારણે આજના યુવાનો-બાળકો પણ ધાર્મિક તહેવારો વિશે માહિતગાર થાય અને પોતાના જીવનમાં ઉતારે તેવા પ્રયાસો કરે છે.

જે અંગે વિગતે વાત કરવામાં આવે તો, ભક્તો માતાની નવ દિવસ અવનવી રીતે પુજા કરતા હોય છે અને ભક્તિ કરતા હોય છે ત્યારે હિંમતનગર એક કલાપ્રેમી ભરતભાઈ નવરાત્રી માં નવદુર્ગા ના અલગ અલગ સ્વરુપ પોતાની આગવી કળામાં કંડારીને મંદિરના બ્લેક બોર્ડ પર દોરે છે જેમાં નવરાત્રી દિવસ અને એકમ થી દશેરા સુધી માતાજીના વિવિધ સ્વરુપોના ચિત્ર દોરે છે અને નવદુર્ગા ના નામ સાથે સ્વરૂપો દર્શાવે છે અને જે પણ ચિત્ર દોર્યુ હોય તેને લગતી માહિતી અને સુવિચાર પણ લખે છે જેના કારણે આજના યુવાનો બાળકો પણ ધાર્મિક તહેવારો વિશે માહિતગાર થાય અને પોતાના જીવનમાં ઉતારે તેવા પ્રયાસો કરે છે.

આમ તો ભરતભાઈ નિવ્રુત બેંક કર્મી છે અને તેમણે બાળપણથી કલા સાથે લગાવ હતો અને એટલે જ તેઓ ચિત્ર દોરી કલા બતાવતા જ હતા પરંતુ નિવ્રુતી બાદ તેમણે હનુમાનજી મંદિર ખાતે તમામ ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય તહેવારો અને મહાન વ્યક્તિઓના ચિત્રો મંદીરના બ્લેક બોર્ડ પર દોરી રહ્યા છે.. આમ તો ચિત્ર સાથે સાથે ચિત્રને લગતું લખાણ અથવા તો સુવિચાર પણ લખતા હોય છે જેના કારણે મંદિરમાં આવતા દર્શનાર્થીઓ નાના બાળકો ચિત્ર જોઈ તે ચિત્ર વીશે માહીતી મેળવે છે તો આ ઉપરાંત નવા શબ્દો અને ધાર્મિક બાબતો થી માહિતગાર થાય છે. તો તેમના મિત્રો પણ તેમની કલાકારી જોઈ હરખાય છે અને તેમની કલાકારીના પણ વખાણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.